બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Gyanvapi case: Allahbad highcourt permitted carbon dating of shivling to ASI

BIG BREAKING / 'શિવલિંગ'ની કાર્બન ડેટિંગની મળી ગઈ અનુમતિ: જ્ઞાનવાપી કેસમાં હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

Vaidehi

Last Updated: 05:55 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી કેસ: જ્ઞાનવાપી મસ્જિદનાં મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે ASIનાં કેમ્પસ પર મળી આવેલ 'શિવલિંગ'ની કાર્બન ડેટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે.

  • અલ્હાબાદ HCએ જ્ઞાનવાપી મામલે આપ્યો મોટો નિર્ણય
  • પરિસરમાં મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાની આપી પરવાનગી
  • કહ્યું કોઈપણ પ્રકારનું નુક્સાન કર્યાં વિના કરી શકાશે તપાસ

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનાં મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. HCએ ASI ભારતીય પુરાત્તવ સર્વેક્ષણને કેમ્પસમાં મળી આવેલ શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. જો કે સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચે તેવા આદેશો પણ આપવામાં આવ્યાં છે.અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સાયન્ટેફિરક સર્વેની માંગ કરતી અરજી સ્વીકારી લીધી છે અને ASIને કોઈપણ પ્રકારનું નુક્સાન પહોંચાડ્યાં વિના શિવલિંગની કાર્બનડેટિંગ તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે.

વારાણસી જિલ્લા કોર્ટે ફગાવી હતી અરજી
આ પહેલા વારાણસીની જિલ્લા કોર્ટે કાર્બન ડેટિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગતવર્ષે જ્ઞાનવાપી પરિસરમાં કમીશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 16 મે 2022નાં રોજ કેમ્પસમાં કથિત ધોરણે શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગનું ASIથી સાઈન્ટિફિક સર્વે કરાવવાની માંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે પૂછ્યું હતું, નુકસાન પહોંચાડ્યા વગર કાર્બન ડેટિંગ કરી શકાશે? 
નોંધનીય છે કે આ જ અરજી પર રાજ્ય સરકાર તરફથી પણ પક્ષ રાખવામાં આવ્યો હતો, કોર્ટે કેન્દ્ર સરકારના અધિવક્તાને સવાલ કર્યો હતો કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર શું કાર્બન ડેટિંગ કરી શકાશે? 

કાર્બન ડેટિંગની મદદથી શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે તેની જાણકારી મળી શકશે. હાઇકોર્ટના સવાલ પર ASIએ કહ્યું હતું કે હા, નુકસાન પહોંચાડ્યા વગર કાર્બન ડેટિંગ શક્ય છે. 

SCએ શું આદેશ આપ્યા હતા? 
નોંધનીય છે કે જ્ઞાનવાપી પરિસરમાં કમિશન કાર્યવાહી કરવામાં આવી ત્યારે 16 મે 2022ના રોજ પરિસરની અંદર જ શિવલિંગ જેવુ સ્થાપત્ય મળી આવ્યું જેમાં હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો કે આ શિવલિંગ જ છે. જે બાદ તપાસને લઈને માંગ કરવામાં આવી, જોકે સુપ્રીમ કોર્ટે તે સમયે યથાસ્થિતિને યથાવત રાખવા માટેનો આદેશ આપ્યો હતો. હાલ આ કેસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી પણ કરી રહી છે.

કાર્બન ડેટિંગ એટલે શું? 
કોઈ પણ અવશેષની કાર્બન ડેટિંગ કરી શકાય છે, જેમ કે હાડકાં, લાકડું, કોલસો વગેરે. કાર્બન ડેટિંગની મદદથી જે તે વસ્તુ કેટલા વર્ષ જૂની છે તે જાણી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ