બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Guruwar Upay astrology we clean house on thursday guruwar na upay

જ્યોતિષ શાસ્ત્ર / Guruwar Upay: ગુરૂવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ 5 કાર્યો, નહીં તો હેલ્થથી લઇને ધન-સંપત્તિને થશે ભારે નુકસાન

Arohi

Last Updated: 12:26 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guruwar Upay: હિંદૂ ધર્મમાં અઠવાડિયાના બધા દિવસોનું અલગ અલગ મહત્વ હોય છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે વ્રત કરીને પૂજા-પાઠ કરવાના ઘણા ફાયદા છે.

  • ગુરૂવારના દિવસે ન કરો આ 5 કાર્યો 
  • નહીં તો બગડી શકે છે સ્વાસ્થ્ય
  • ધન-સંપત્તિને થશે ભારે નુકસાન

આજે ગુરૂવાર છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક રીતે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

જ્યોતિષ અનુસાર ગુરૂવારના દિવસે અમુક કામ કરવામાં નથી આવતા. જો તમે ગુરૂવારે આ કામ કરો છો તો તેનાથી લક્ષ્મીજી અને બૃહસ્પતિ નારાજ થઈ શકે છે અને જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.  

ગુરૂવારે ન કરવા જોઈએ આ 5 કામ 


વાળ ન કાપો 
જ્યોતિષ અનુસાર ગુરૂવારના દિવસે લોકોને વાળ ન કપાવવા જોઈએ. આ દિવસે માથા અને દાઢીના વાળ ન કાપવા જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે અને સંતાન સુખમાં સમસ્યા આવી શકે છે. મહિલાઓને ગુરૂવારના દિવસે વાળ ન ધોવા જોઈએ અને સાબુ શેમ્પુનો ઉપયોગ ન કરવો જોઈએ. આજના દિવસે નખ પણ ન કાપવા જોઈએ. 

કેળાનું સેવન ન કરો 
ગુરૂવારના દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ. ગુરૂવારના દિવસે જો તમે બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજ કરો છો તો કેળાનું સેવન ભુલથી પણ ન કરો. આ દિવસે કેળાના ઝાડની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે કેળુ ખાવાથી તમારી ધન-સંપત્તિને નુકસાન થઈ શકે છે અને તમને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

ઘરમાં ન લગાવો પોતુ 
જ્યોતિષ અનુસાર ગુરૂવારના દિવસે ઘરમાં પોતુ કરવું અને જાળા સાફ કરવા અશુભ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે કપડા ધોવા, પોતુ કરવાથી કુંડળીમાં ગુરૂની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેનાથી તમને શારીરિક અને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

પૈસાની લેવડ દેવડ 
જ્યોતિષ આચાર્ય અનુસાર ગુરૂવારના દિવસે પૈસાની લેવડ દેવડ ન કરો. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ કમજોર થઈ જાય છે અને આર્થિક સ્થિતિ નબળી પડે છે. આમ કરવાથી ધન સંબંધી મુશ્કેલીઓ પણ વધે છે અને તમારા પ્રગતિમાં મુશ્કેલી આવી શકે છે. એવામાં પૈસાની લેવડ-દેવડ સમજી વિચારીને કરો. 

ગુરૂનું અપમાન 
ગુરૂવારના દિવસે અજાણતા પણ પિતા, ગુરૂ કે કોઈ સાધુ સંતોનું અપમાન ન કરો. આ બધા દેવતાઓના ગુરૂ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. માટે તેમનું અપમાન કરવાથી બૃહસ્પતિ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને અલગ અલગ પ્રકારના કષ્ટ આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ