બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujaratis paid crores of rupees for violating the rules of masks and social distance

દંડ વસુલાયો / માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ ગુજરાતીઓએ આટલા કરોડનો ચુકવ્યો દંડ

Kiran

Last Updated: 02:35 PM, 2 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટમાં રજૂ કરેલા એક સોગંધનામાંમાં રાજ્ય સરકારે કહ્યું કે 24 જૂથી 2020થી 28 જૂન 2021ના વચ્ચે માસ્કના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 252 કરોડ રૂપિયાનો ગુજરાતીઓએ દંડ ચુકવ્યો

  • એક જ વર્ષમાં ગુજરાતીઓએ ભર્યો 252 કરોડનો દંડ
  • 37.42 લાખ લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યો દંડ
  • રાજકોટવાસીઓ પણ દંડ ભરવામાં નથી પાછળ

હાઈકોર્ટમાં રજૂ કરેલા એક સોગંધનામાંમાં રાજ્ય સરકારે જણાવતા કહ્યું કે 24 જૂથી 2020થી 28 જૂન 2021ના વચ્ચે માસ્કના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 252 કરોડ રૂપિયાનો ગુજરાતીઓએ દંડ ચુકવ્યો હતો.
કોરોના કાળમાં કોરોનાની બીજી લહેર હાઈ પીક પર હતી ત્યારે શહેરીજનો નિયમોના અનેક ફરિયાદો સામે આવી હતી કોરોના નિયમ ભંગ બદલ રાજ્યમાં 500 રૂપિયાથી લઈ 1000  હજાર દંડ વસુલવામાં આવતો હતો જ્યારે માસ્ક ન પહેવા અને નિયમ ભંગ બદલ ગુજરાતીઓએ એક વર્ષમાં 252 કરોડનો દંડ ચુકવ્યો હોવાનું સામે આવ્યું છે.

દંડ ચુકવવામાં અમદાવાદ સૌથી મોખરે, રાજકોટ બીજી નંબરે

આ દંડ ચુકવવામાં અમદાવાદ સૌથી મોખરે છે અમદાવાદમાં માસ્ક નિયમના ઉલ્લંઘનના સૌથી વધુ બનાવ સામે આવ્યા, કર્ફ્યૂમાં બહાર ફરતા લોકો પાસેથી 101 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે જ્યારે રાજકોટ દંડ નિયમ ભંગ કરવામાં બીજી નંબરે આવ્યું છે. માસ્ક નહીં પહેરવા બદલ 37.42 લાખ લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવ્યો છે. 

કોરોના કાળમાં મોટા શહેરોમાં લોકોએ આટલા રૂપિયા દંડ ચુકવ્યો 

સૌથી વધુ દંડ ભરવામાં અમદાવાદીઓ મોખરે રહ્યું અમદાવાદમાં 6.63 લાખ લોકો પાસેથી રૂ.53.21 કરોડ દંડ વસૂલાયો તો રાજકોટમાં પણ રાજકોટમાં 3.45 લાખ લોકો પાસેથી રૂ.25.12 કરોડ દંડ વસૂલાયો જ્યારે સુરતમાં 3.31 લાખ લોકો પાસેથી રૂ.22.94 કરોડ દંડ વસૂલાયો તો વડોદરામાં 1.87 લાખ લોકો પાસેથી રૂ.15.58 કરોડ દંડ વસૂલાયો છે 

કોરોનાની ત્રીજી લહેરનો ખતરો 

કોરોના સંક્રણ ઓછું થતા લોકો બેદરકાર બન્યા છે. હાલ રાજ્યોમાં કોરોના કેસનું પ્રમાણ ઘટ્યું છે, કોરોના કેસના દર્દીઓ પણ હવે ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે પરતું બીજી બાજુ કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો ભાન ભૂલી ગયા છે રાજ્યોમાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ પણ લોકો માક્સ વગર જોવા મળી રહ્યા છે કોરોના સંક્રમણાં મૃત્યો આંકમાં વધારો થયો હતો પરતું અત્યારે કેસ ઘટી રહ્યા છે અને મૃત્યું આંકમાં પણ ઘટાડો નોંધાયો છે જો કે હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો મંડાઈ રહ્યો છે.

કોરોના કેસ લોકો બન્યા બેદરકાર 

કોરોના હજુ ગયો નથી હજુ પણ રાજ્યમાં અને શહેરોમાં કોરોના એક્ટિવ કેસ છે. ત્યોરે લોકો બેદરકાર બની નિયમો ભંગ કરી રહ્યા છે તેઓએ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે.  હજુ પણ કોરોના સંક્રમિત લોકો હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, કોરોનાના અલગ અલગ વેરિયન્ટ સામે આવતા હોય છે કોરોના બાદ મ્યુકરર્માઈકોસિસ જેવા અનેક રોગો સામે આવ્યો છે. માસ્ક,વેક્સિન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે કોરોના મહામારી સામેનો સૌથી સારો ઉપાય છે. 

સુરત મનપાએ રજૂ કરેલા આંકડા મુજર 

14 જૂને જાહેર થયેલા અહેવાલ મુજબ જો વાત કરવામાં આવે તો સુરતીલાલાઓએ પણ લાખો રૂપિયાનો દંડ ચુકવ્યો છે. સુરતી લાલાઓએ માસ્ક ન પહેરવા મામલે કરોડોનો દંડ ચુકવ્યો જાણીને નવાઈ લાગશે કે છેલ્લા દોઢ વર્ષમાં સુરતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો છે. કોરોના કાળમાં કોરોનાની બીજી લહેર હાઈ પીક પર હતી ત્યારે શહેરીજનો નિયમોના અનેક ફરિયાદો સામે આવી હતી કોરોના નિયમ ભંગ બદલ રાજ્યમાં 500 રૂપિયાથી લઈ 1000  હજાર દંડ વસુલવામાં આવતો હતો ત્યારે સુરતીલાલાઓએ માસ્ક ન પહેરવા મામલે કરોડોનો દંડ ચુકવ્યો છે જાણીને નવાઈ લાગશે કે છેલ્લા દોઢ વર્ષમાં સુરતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો છે. 


દોઢ વર્ષમાં સુરતવાસીઓએ 9.11 કરોડનો દંડ ભર્યો

સુરત મહાનગર પાલિકામાંથી નિયમો ભંગ બદલ વસુલવામાં આવતા દંડના આંકડા સામે આવ્યા છે તેમાં સુરત પોલીસે 78  હજાર 508  લોકો પાસેથી 7.85 કરોડનો દંડ વસુલ્યો છે જ્યારે  સુરત મહાનગરપાલિકાએ 1.20 કરોડનો દંડ વસૂલ્યો છે. સુરતવાસીઓ કરોડોનો દંડ ચૂકવ્યા બાદ પણ પોતાના જીવનું જોખમે નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.

સુરત પોલીસે 78,508 લોકો પાસેથી 7.85 કરોડ વસૂલ્યા

માસ્ક ન પહેલા અને દંડ આપવામાં અમદાવાદીઓ પણ ઉણા ઉતરે એવા નથી, જૂન મહિનામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી લેવાતા દંડના આંકડો સામે આવ્યા છે. જૂનમાં 10 દિવસામાં 22 હજાર 349 લોકો પાસેથી 2 કરોડ 23 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જૂનના 10 દિવસમાં 2 કરોડ 23 લાખનો દંડ

મહત્વનું છે કે કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો બેદરકાર બન્યા હતા. જેને લઈને નિયમનું પાલન ન કરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે જૂન મહિનામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી લેવાતા દંડના આંકડો સામે આવ્યા છે. જૂનમાં 10 દિવસામાં 22 હજાર 349 લોકો પાસેથી 2 કરોડ 23 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે 

જૂનમાં 60 હજાર લોકો દંડાય તેવી શક્યતા

જ્યારે એપ્રિલ અને મે મહિલાનમાં આ દંડની રકમમાં બે ગણો વધારો થયો હતો, એપ્રિલ મહિલાનામાં 52 હજાર લોકો માસ્ક વગર જોવા મળતા તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે મે મહિનામાં 56 હજાર લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં 60 હજારથી વધે દંડાયા તેવી શક્યતા જોવા મળી રહી છે. 

કોરોની બીજી લહેરમાં 49 કરોડ દંડ વસુલાયો

જો વાત કરવામાં આવે તો માત્ર અઢી મહિનાના ટૂંકા સમયમાં જ પોલીસે 13 કરોડથી વધુનો દંડ વસુલ્યો છે કોરોનાની બીજી લહેર બાદ દંડની રકમનો આંકડો 49 કરોડ સુધી પહોંચી ગયો છે. હજુ પણ કોરોના મહામારી ગઈ નથી કોરોના સંક્રમણ ઓછું થતા લોકો માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે.છુટછાટ મળતા લોકોનું માસ્ક વગર નીકળવાનું પ્રમાણ વધ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ