બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat karmchari mahasangh: 5 demands including old pension scheme and grad pay

વિરોધની જ્વાળા / ગુજરાતમાં કર્મચારી મહાસંઘની મહારેલી : જૂની પેન્શન યોજના સહિત 15 માગણીઓ સાથે આખા રાજ્યમાં આંદોલન

Vishnu

Last Updated: 07:51 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, મહેસાણામાં રેલીનું આયોજન, ગ્રેડ પે, જૂની પેન્શન યોજના લાગું કરવા માગ

  • રાજ્ય કર્મચારી મહાસંઘની રેલી
  • પડતર માંગણીઓને લઇ રેલી
  • પડતર માગ પૂરી ન થતા રોષ

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લામાં મહારેલી યોજવામાં આવી છે. જેમાં તમામ સંવર્ગના કર્મચારીઓ જોડાયા અને વિવિધ 15 જેટલી માગો સાથે તેમણે સરકાર સામે રેલી યોજી હતી. જે અંતર્ગત આજે સમગ્ર રાજ્યમાં કર્મચારી મંડળે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અમદાવાદમાં પણ ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે રેલીનું આયોજન કર્યું છે. આ રેલી ઈન્કમટેક્સ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા કર્મચારીઓ જોડાયા છે.

રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કર્મચારીઑ મેદાને
તો આ તરફ રાજકોટ, જૂનાગઢમાં પણ બહોળી સંખ્યામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં મહાવીરનગર કેનાલ ફ્રન્ટ પર વિવિધ વિભાગના 14 જેટલા મંડળ સાથે જોડાયેલા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મહેસાણામાં વિવિધ સંઘના કર્મચારીઓ દ્વારા અરવિંદ બાગથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયું તો મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં પણ કર્મચારીઓએ બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો.

સુરતમાં મહારેલી
સુરત શહેરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ મહારેલી નીકળી હતી. 4200ના ગ્રેડ-પેને લઈને અઠવાલાઈન્સ ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. શૈક્ષણિક મહાસંઘ અંતર્ગત આવતા શિક્ષકોએ એકસાથે મોટી સંખ્યામાં મળીને કાર્યક્રમ યોજ્યો હતો.

કર્મચારીઓની ફરિયાદ છે કે અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ સંતોષજનક પરિણામ ન મળતા તેમણે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. તેમનું કહેવુ છે કે તેમની કુલ 15 માગણીઓ છે, જેમાં સાતમાં પગાર પંચનો લાભ અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માગ સાથે સમગ્ર રાજ્યમાં કર્મચારી મંડળે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ...
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ