બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat High Court Urges Urban Authorities to Strictly Implement Guidelines on Stray Cattle

આદેશ / ગુજરાત હાઇકોર્ટે ઉધડો લેતા રખડતા ઢોર મામલે ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા શહેરી તંત્રોને તાકીદ, કહ્યું 'રોજેરોજની માહિતી અપલોડ કરતા રહો'

Priyakant

Last Updated: 09:52 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stray Cattle In Gujarat Latest News: રખડતાં ઢોર મામલે હાઇકોર્ટની ફટકાર બાદ હવે જાગ્યું તંત્ર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવની તમામ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના, જાણો શું કહ્યું ?

  • ગુજરાતમાં રખડતાં ઢોરની સમસ્યાને લઈ મોટા સમાચાર
  • હાઇકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું
  • શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એક્શન મોડમાં 
  • તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી આપ્યો આ આદેશ 

Stray Cattle In Gujarat : ગુજરાતમાં રખડતાં ઢોરની સમસ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ હાઇકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ અમદાવાદમાં રખડતાં ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર અને અમદાવાદના ટ્રાફિક એડિશનલ પોલીસ કમિશ્નરનો ઉધડો લીધો હતો. જે બાદમાં હવે તંત્ર હરકતમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એક્શન મોડમાં 
હાઇકોર્ટની ફટકાર બાદ હવે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર રાજકુમાર બેનીવાલને સાથે રાખી તમામ આઠ મ્યુનિસિપલ કમિશ્નરો, રિજનલ મ્યુનિસિપલ કમિશ્નરો તેમજ તમામ 157 નગરપાલિકાના ચીફ ઓફિસરો જોડે તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજી બધાને રખડતાં ઢોરોના નિયંત્રણ માટે અગાઉ ઘડાયેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા માટે કડક સૂચના આપી હતી.

File Photo

જાણો શું-શું સૂચના આપી 
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે તમામ સંબંધિત અધિકારીઓને રખડતાં ઢોરને પકડી તેને ડબ્બામાં પૂરવા, તેના માલિકને અવારનવારના ગુના માટે નક્કી થયેલી રકમ પ્રમાણે દંડવા, ઢોરને ટેગિંગ કરવા વગેરે માટે અગાઉ ઘડાયેલ ગાઈડલાઈનનો ગંભીરતાથી અમલ કરવા તેમજ રોજેરોજની માહિતી ફોટોગ્રાફ સાથે વેબસાઈટ ઉપર અપલોડ કરવા તથા આ તમામ કાર્યવાહીનું મોનિટરિંગ કરવા બેઠકમાં સૂચના આપી છે. 

File Photo

તમામ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના 
મહત્વનું છે કે, રખડતાં ઢોરની સમસ્યાને લઈ તમામ મ્યુનિસિપલ કમિશ્નરો, તમામ ચીફ ઓફિસરો, તમામ જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા પોલીસવડાઓને પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તા.27મી ઓક્ટોબરે હાઇકોર્ટમાં યોજાયેલી સુનાવણી બાદ સમગ્ર બાબતનો એક અઠવાડિયામાં રિપોર્ટ માગવામાં આવ્યો હોઈ શહેરી વિકાસ વિભાગે રખડતાં ઢોરોના ત્રાસથી નાગરિકોને બચાવવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું. રાજ્યમાં રખડતાં ઢોરની વકરેલી સમસ્યા અંગે દૈનિક રિપોર્ટ તૈયાર કરવાનું પણ બેઠકમાં નક્કી થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ