ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Gujarat High Court displeased with tax terrorism performed by GST officers

જીએસટી / વેપારીઓને ટેક્સની બાબતે હેરાન કરતાં GST અધિકારીઓ સામે ગુજરાત હાઈકોર્ટ ભડકી

Published By: vtvAdmin

Last Updated: 04:49 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મજબુત પુરાવા અને વિગતો ન હોવા છતાં GST અધિકારીઓ ટેક્સ બાબતે વેપારીઓને પજવ્યા કરે છે જેથી વેપારીઓના રૂપિયા અને સમયનો બગાડ થાય છે. વડોદરાના એક આવા કેસમાં હાઈકોર્ટે GST વિભાગને ટકોર કરી હતી.

ADVERTISEMENT

ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસ બેન્ચના જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ એ સી રાવએ સેક્શન ૮૩ GST એકટ મુદ્દે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે વિશેષ સંજોગોમાં જેમાં રેવન્યુ વિભાવના હિતો જોખમમાં મુકાતા હોય તેના સિવાય એસેસમેન્ટ ઓર્ડર વગર વ્યક્તિ કે કંપનીની મિલકતો અને બેંક ખાતાઓ સીઝ કરી દેવા તે આ કલમનો દુરુપયોગ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દે વિશ્વાસપાત્ર માહિતી અને તેના સપોર્ટીંગ દસ્તાવેજો ન મળે તે છતાં પણ વેપારીને હેરાન કરવો એક પ્રકારનો ત્રાસ છે. આમ થવાથી લાંબા ગાળે ધંધા પર પ્રતિકુળ અસરો આવી શકે છે. સેક્શન ૮૩ એ અધિકારીઓને ઘણો મોટી સત્તા આપી રહ્યું છે આથી તેનો ઉપયોગ વિવેકબુદ્ધિ પૂર્વક અને મજબુત પુરાવા મળે ત્યાર પછી જ થાય એ ખુબ જરૂરી છે. 

 

  • શું છે સેક્શન ૮૩:

સેક્શન ૮૩ એ રેવન્યુ વિભાગને નોટીસ પાઠવ્યા વગર વ્યક્તિની સંપત્તિ સીઝ કરવા અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની સત્તા આપે છે. 

  • શું છે કેસ: 

રેવન્યુ વિભાગે વડોદરાની એક પેઢીની ૧.૬૦ કરોડની બેંક એકાઉન્ટ અને સંપત્તિ ઉપરાંત ૩૦.૫૫ લાખની ઈનપુટ ટેક્સ ક્રેડીટ્સ GST એકટ અંતર્ગત બ્લોક કરી દીધી હતી જે બાબતને એ પેઢી એ કોર્ટમાં પડકારી હતી.  
 

સંકળાયેલા મુદ્દાઓ

GST business gujarat high court ગુજરાત હાઈકોર્ટ જીએસટી બિઝનેસ GST

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ