બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Gujarat HC scolded state government for traffic rules and broken road facilities

લાલઘૂમ / '9 ઓગસ્ટ સુધી કોઈ એક્શન નહીં દેખાય તો કંટેમ્પટ ચાર્જ ફ્રેમ થશે', બિસ્માર રોડ રસ્તા અને અકસ્માત અંગે ગુજ. HCનું સરકારને અલ્ટિમેટમ

Vaidehi

Last Updated: 05:47 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC, પોલીસ કમિશનર અને રાજ્ય સરકારને હાઈકોર્ટે ફટકાર લગાવતાં આદેશ આપ્યાં છે કે,'કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરો નહીંતર...'

  • હાઈકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર
  • 9 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો
  • કહ્યું  લોકોને કાયદાનો ડર હોવો જોઈએ 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરા સવાલો પૂછ્યાં હતાં.બિસ્માર રોડ રસ્તાને લઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થયાં બાદ હાઈકોર્ટે ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે 2.૩૦ વાગ્યે કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યાં હતાં જે બાદ કોર્ટે  રાજ્ય સરકારને વેધક સવાલોનાં જવાબ માંગ્યાં હતાં. 

બિસ્માર રોડ રસ્તાને લઈ હાઈકોર્ટની લાલ આંખ
ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ હાઈકોર્ટનું કડક વલણ જોવા મળ્યું છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં બિસ્માર રોડ રસ્તાને લઈને સુનાવણી દરમિયાન HC એ રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યાં કે રોડ રસ્તા પર થતા સ્ટંટ રોકવા શું પગલા લેવાઈ રહ્યાં છે? એટલું જ નહીં હાઈકોર્ટે કહ્યું કે નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે, સરકારની ઈચ્છાશક્તિ હોય તો ઘણું બધું થઈ શકે છે. કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. શા માટે બંન્ને કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ ન કરવામાં આવી?

કોઈ એક્શન લેવાયા નથી: HC
અમે તમને પુરતો સમય આપી ચુક્યા છીએ. કોર્ટ હવે પરેશાન થઈ ચુક્યું છે. વર્ષ 2006, 2018 અને હવે ૨૦૨૩ આવી ગયું છે.  આટલા વર્ષો બાદ પણ કોઈ એક્શન લેવાયા નથી. આ બાદ ટ્રાફ્રિક ડ્રાઈવ, ચેકિંગ શરૂ હોવાના વકીલના જવાબ પર કોર્ટે ટિપ્પણી કરી કે થોડો સમય ચાલશે બાદમાં આ જ સ્થિતી હશે. 

હાઈકોર્ટનાં જજ રોષે ભરાયા
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના જજે કહ્યું કે, 'સતાધાર ક્રોસ રોડ પર ટ્રાફિક ઉલ્લંઘનનો દાખલો જોયો છે. 
મારી કાર સામે હેલ્મેટધારી બાઈક સવારે રેડ લાઈટ જંપ કરી મારી સામે વ્હીકલ પાર્ક કરી દીધું હતું. પોલીસ ઓફિસર હોવા છતા સિગ્નલ જંપ કર્યુ હતું. 5 વર્ષ પહેલા PIL થઈ હતી સુનાવણી ચાલી રહીં છે તેના 4 વર્ષ થયા.'

હાઈકોર્ટનો મોટો આદેશ
AMC, પોલીસ કમિશનર અને રાજ્ય સરકારને  હાઈકોર્ટે ફટકાર લગાવતાં આદેશ આપ્યાં છે કે,'કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરો. સમાજમાં દાખલો બેસે એ રીતે કાર્યવાહી કરો. લોકોને કાયદાનો ડર હોવો જોઈએ.આગામી સુનાવણી સુધી કોઈ એક્શન નહીં દેખાય તો કંટેમ્પટ ચાર્જ ફ્રેમ થશે. 9 ઓગસ્ટ સુધી તંત્રને સમય આપવામાં આવ્યો છે.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ