રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં મોટાપાયે પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે. જેને લઈને યુસીજીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓને કોલેજોમાં પ્રોફેસરોની ભરતી કરવા આદેશ કર્યો છે. યુજીસીના આદેશ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે.
યૂજીસીના આદેશ બાદ સરકાર જાગી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાથી તેની ભરતી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી કરવાની કામગીરી કેસીજીને સોંપવામાં આવી છે. 100 દિવસમાં ભરતી પૂર્ણ કરવા કેસીજીને તાકીદ કરાઈ છે. રાજ્યની 13 સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં 540 જેટલાં પ્રોફેસરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે.
ગ્રાન્ટેડ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં પ્રોફેસરોની ભરતીનાં થતાં હાલત કફોડી બની છે. ત્યારે પ્રોફેસરોની ખાલી જગ્યાને લઈને યુજીસીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓને ભરતી કરવા આદેશ કર્યો છે. યુજીસીના આદેશ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે.