બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / GUJARAT ELECTIONS 2022 : BJP IS WINNING AGAIN STATE ACCORDING TO OPINION POLL

રાજકારણ / ગુજરાતમાં ફરી લહેરાશે ભાજપનો ભગવો, AAP અને કોંગ્રેસને મળશે આટલી સીટ: ઓપિનિયન પોલમાં દાવો

Parth

Last Updated: 10:26 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મતદાનની તારીખ નથી આવી પણ વિવિધ પોલ અને સર્વેની સિઝન આવી ગઈ છે, જુઓ ચૂંટણીમાં આ વખતે કોને કેટલી સીટો મળવાનો લગાવાઈ રહ્યું છે અનુમાન?

  • ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈને વધુ એક સર્વે 
  • ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનવાનો દાવો 
  • જોકે AAP ને પહેલી જ વારમાં સારી સીટો મળશે તેવો દાવો 

બંને રાજ્યોમાં ભાજપનો ભગવો 
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે, ગુજરાતમાં તારીખો જાહેર નથી થઈ પણ માહોલ બરાબરનો જામી ગયો છે. ચૂંટણી આવે એટલે જેમ નેતાઓ અને સભાઓનો જાણે પર્વ આવ્યો હોય તેમ વિવિધ સર્વે અને પોલ પણ વધી ગયા છે, પહેલા ઓપીનિયન પોલ આવે અને મતદાન બાદ એગઝીટ પોલ. સર્વેના કારણે રાજકારણ પણ ગરમાતુ હોય છે અને જે તે પાર્ટીઓ સ્ટ્રેટેજી પણ એ પ્રમાણે નક્કી કરે છે. 

ગુજરાતમાં ફરી રિપીટ થશે સરકાર: સર્વેમાં દાવો 
એવામાં ગુજરાતની ચૂંટણીને લઈને વધુ એક સર્વે સામે આવી રહ્યો છે જેમાં વારંવાર સત્તા પરિવર્તનનો ગુજરાતનો ક્રમ જળવાઈ રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ નાઉ નવભારતના ઓપિનિયન પોલ અનુસાર ભાજપને ફરીથી પૂર્ણ બહુમત ગુજરાતમાં મળશે અને હિમાચલ પ્રદેશમાં પણ કમળ જ ખિલશે. નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષોથી ભાજપની જ સરકાર રિપીટ થઈ રહી છે ત્યારે હિમાચલ પ્રદેશમાં ઊંધો ટ્રેન્ડ અત્યાર સુધી રહ્યો છે, અહીં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. જોકે આ વખતે સરકાર રિપીટ થશે અને ટ્રેન તૂટશે તેવો દાવો સર્વેમાં કરવામાં આવી રહ્યો છે. 

ગુજરાતનાં ઓપિનિયન પોલમાં કોને કેટલી સીટો મળવાનો દાવો 
ભાજપ: 125થી 131 બેઠક 
કોંગ્રેસ: 29થી 33 બેઠક 
AAP: 18થી 22 બેઠક 

હિમાચલ પ્રદેશના ઓપિનિયન પોલમાં કોને કેટલી સીટો મળવાનો દાવો 
ભાજપ: 38થી 42 બેઠક 
કોંગ્રેસ: 25થી 29 બેઠક 
AA: 0થી 1 બેઠક 

નોંધનીય છે કે સી વોટરના સર્વેમાં પણ હિમાચલ પ્રદેશમાં ભાજપની જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 38-46 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 20-28 અને આમ આદમી પાર્ટીને 0-1 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે અન્યને 0-3 બેઠકો મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ