બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat elections 2022 : alpesh thakore could contest election on gandhinagar south seat
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી માથે છે અને હવે દરેક સીટ પર ઉમેદવાર જાહેર કરવાનો સમય આવી ગયો છે ત્યારે ભાજપમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં નિરીક્ષકોની સામે ગુજરાતનાં વિવિધ નેતા તથા વર્તમાન ધારાસભ્યો શક્તિ પ્રદર્શન સાથે દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે ગાંધીનગર દક્ષિણની બેઠક માટે અત્યંત ચોંકાવનારું નામ ચર્ચાઇ રહ્યું છે.
અલ્પેશ ઠાકોર ગાંધીનગરથી મેદાનમાં ઉતરશે?
ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર નહીં પણ ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એજ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
વિરમગામથી હાર્દિક પટેલ કરી શકે છે દાવો
આવા જ એક અન્ય દિગ્ગજ નેતાનું નામ છે, હાર્દિક પટેલ. પાટીદાર આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલ વિરમગામથી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. વિરમગામ અને સાણંદ એમ બે બેઠકો માટે હાર્દિક પટેલ, વરુણ પટેલ, પ્રાગજી પટેલ, તેજશ્રી બેન પટેલ જેવા નામ હાલ સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહ્યા છે.
ટિકિટની અપેક્ષા નથી કહીને આવેલા જયરાજ સિંહ પણ દાવેદાર
મહેસાણા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન જયરાજ સિંહે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખેરાલુ બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ જયરાજસિંહે કહ્યું હતું કે પાર્ટી ટિકિટ આપશે તો લડીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.