ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Gujarat can receive 92% rainfall in monsoon

મહામંથન / અલનીનોની અસર ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? ખેતી માટે ચાર આની રહેશે કે સોળ આની?

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:40 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસુ આવશે અને સામાન્ય રહેવાની શક્યતા છે તેમજ ગુજરાતમાં ચોમાસામાં 92% વરસાદ થઈ શકે છે

ADVERTISEMENT

  • ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે?
  • ગુજરાતમાં ચોમાસામાં 92% વરસાદ થઈ શકે છે
  • આગામી બે-ત્રણ દિવસ વિવિધ વિસ્તારમાં વરસાદ થઈ શકે


જૂન મહિનો નજીક છે અને સાથે-સાથે ચોમાસાની દસ્તક અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં તો વરસાદે પણ IPLની મિની આવૃતિ કહેવાય એવી બેટિંગ કરી નાંખી. સામાન્ય સંજોગોમાં ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ આવતું હોય છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ કયારે આવશે. અલનીનોની ગુજરાત કે દેશ ઉપર કોઈ અસર થશે કે નહીં. 

હવામાન વિભાગની શું છે આગાહી?
ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસુ આવશે તેમજ ગુજરાતમાં સામાન્ય ચોમાસુ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસામાં 92% વરસાદ થઈ શકે છે અને દેશમાં એકંદરે ચોમાસામાં 96% વરસાદ થઈ શકે છે. કેરળમાં 4 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસુ આવી શકે છે અને ગુજરાતમાં જૂન મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ રહી શકે છે. આગામી સમયમાં થન્ડર ક્લાઉડ એક્ટિવીટી જોવા મળી શકે છે. રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ વિવિધ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. કેન્દ્રિય હવામાન વિભાગના મતે અલનીનોની બહુ અસર નહીં વર્તાય.

'8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે'
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને  8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે,  22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી  શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Rainfall forecast Vtv Exclusive gujarat wethar update ચોમાસું વરસાદની આગાહી Gujarat Rainfall forecast

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ