બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat big scam in recruitment in last 3 years say yuvrajsinh

કૌભાંડ / VIDEO: યુવરાજ સિંહે વધુ એક ભરતી કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ: 21 લાખમાં પેપરનું 'સેટિંગ', અધિકારીનું નામ પણ ફોડ્યું

ParthB

Last Updated: 12:44 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વધુ એક ભરતીમાં મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. PGVCL, UGVCL, DGVCL દ્વારા લેવાયેલી ઓનલાઈન પરીક્ષા અંગે આપના નેતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપો લગાવ્યાં

  • ભરતી પરીક્ષાને લઈને AAP નેતા યુવરાજસિંહનો ઘટસ્ફોટ  
  • કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી,બનાસકાંઠા અને સાબરકાંઠા
  • એક જ સિકવન્સમાં એક સરખા માર્કસ હોવાથી કૌભાંડ થયું
  • ઉર્જા વિભાગમાં રૂપિયા લઈ ઉમેદવારોને પાસ કરાયા- AAP નેતા યુવરાજસિંહ 

ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેમને સરકારી ખાતાઓમાં નોકરી અપાવવામાં આવે છે

ગુજરાતમાં ભરતીમાં મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક  પ્રેસ કોન્ફ્રન્સ કરી ભરતીની પરીક્ષામાં કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા છે. ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેમને સરકારી ખાતાઓમાં નોકરી અપાવવામાં આવે છે, તેવો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી ઉર્જા વિભાગમાં ભરતીઓમાં કૌભાંડ થઈ રહ્યું છે 

ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવ્યા 

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની PGVCL, DGVCL અને UGVCLની  ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે.

એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી 

આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે, તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.

યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા.

ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા પુરૂ કરાતુ હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે. સાથે જ યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા. આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. SITની રચના કરી તમામ સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરવામાં આવે તેવી માંગ યુવરાજ સિંહે કરી છે.
 
યુવરાજસિંહનો આરોપ શું? 

- 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ થઈ
- ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ થયો છે
- 352 જુનિયર એન્જિનિયરિંગની ભરતી ચાલી રહી છે
- ઉર્જા વિભાગની ભરતી કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો છે
- પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના ઉમેદવારોની સંડોવણી વધુ
- UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે

કૌભાંડમાં કોની સંડોવણીનો આરોપ?

- ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી
- GUVNLના ઉચ્ચ અધિકારી પ્રજાપતિ છે
- કૌભાંડીઓ સેન્ટ્રલ રૂમથી PC ઓપરેટ કરે છે
- કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે
- ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ
- રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ ગેરરીતિથી પાસ થયા
- બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ