બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat assembly elections may be held in two phases, know the likely date of polling

ઈલેક્શન બ્રેકિંગ / મોટા સમાચાર: બે ફેઝમાં થઈ શકે છે ગુજરાતની વિધાનસભા ચૂંટણી, જાણો મતદાનની સંભવિત તારીખ

Malay

Last Updated: 09:55 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ચૂંટણી પંચ 1 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે.

 

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવા હવે ગણાઈ રહી છે. ઘડીઓ
  • રાજકારણની શતરંજમાં તમામ પક્ષોએ એકબીજાને મ્હાત આપવા બિછાવી દીધી છે બાજી 
  • 1 નવેમ્બરે થઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતઃ રિપોર્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. આ પહેલા ગુજરાત અને કેન્દ્ર સરકાર નવા પ્રોજેક્ટની જાહેરાત અને લોકાર્પણ કરી શકે છે.

1 નવેમ્બરે થઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં રાજકીય નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

2 તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી
ચૂંટણી પંચ 1 નવેમ્બરે ગુજરાત ચૂંટણીની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 1થી 2 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 4થી 5 ડિસેમ્બરે થઈ શકે છે. તો હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે.

વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
તાજેતરમાં વિપક્ષે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર ન કરવા પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, 'દેખીતી રીતે વડાપ્રધાનને કેટલાક મોટા વચનો આપવા અને ઉદ્ઘાટન કરવા માટે વધુ સમય આપવા માટે આવું કરવામાં આવ્યું છે. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ