બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / GTU will do FSL test for medicine and food at Ahmadabad

અમદાવાદ / દવા કે ફુડના સેમ્પલનો ટેસ્ટ હવે અમદાવાદની આ કોલેજમાં પણ થઈ શકશે

Parth

Last Updated: 06:26 PM, 6 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) કેમ્પસમાં દવાઓ અને ફુડ માટે પબ્લિક ટેસ્ટીંગ લેબ તથા હાઈ એન્ડ કૉમ્પ્યુટીંગ લેબોરેટરી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સની બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અત્યાર સુધી દવા અને ફ્રુડના ટેસ્ટ સેમ્પલ  વડોદરા અને ગાંધીનગર ખાતે આવેલ ફૂડ અને દ્રગ કંટ્રોલ અડમિસ્ટ્રીશન લેબમાં થતા હતા .પરંતુ હવે જીટીયુ કેમ્પસમાં પણ થશે જેનાથી વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.

  • ફૂડ અને ડ્રગ ટેસ્ટીંગ પબ્લિક લેબ જીટીયુ સ્કૂલ ઑફ ફાર્મસી અંતર્ગત કાર્યરત થશે
  • ઇન્ટરનેશનલ રિલેશન્સ વિભાગના ડાયરેક્ટર ની જગ્યાઓનું નિર્માણ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે

ફૂડ અને ડ્રગ ટેસ્ટીંગ પબ્લિક લેબ જીટીયુ સ્કૂલ ઑફ ફાર્મસી અંતર્ગત કાર્યરત થશે. બીજી બાજુ કૉમ્પ્યુટીંગ લેબ જીટીયુ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ હેઠળ કાર્યાન્વિત થશે. આ બંને લેબનો લાભ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધનકારો ઉપરાંત ઉદ્યોગજગત અને જાહેર જનતાને પણ પ્રાપ્ત થશે. આ ટેસ્ટ ગાંધીનગરમાં કરી આપવામાં આવશે. 

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે ખેલકૂદ વિભાગના ડાયરેક્ટર તેમજ ઇન્ટરનેશનલ રિલેશન્સ વિભાગના ડાયરેક્ટર ની જગ્યાઓનું નિર્માણ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. તે ઉપરાંત વિવિધ કોર્સ માટે સાત આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક ની મંજૂરી પણ આપવામાં આવી હતી. 

કુલ 60,991 પદવી એનાયત કરવાની મંજૂરી પણ આજની ગવર્નન્સની બેઠકમાં આપવામાં આવી 

જીટીયુના પ્લાનિંગ અને મોનીટરીંગ બોર્ડમાં જીટીયુના બે પ્રોફેસરો ડોક્ટર પંકજરાય પટેલ અને ડોક્ટર સંજય કુમાર ચૌહાણની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી હતી. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને પણ લીલીઝંડી આપવામાં આવી હતી. જીટીયુના નવમા પદવીદાન સમારોહમાં ડિગ્રી કોર્સના 44,527 વિદ્યાર્થીઓને તથા ડિપ્લોમા કોર્સના 16,464 વિદ્યાર્થીઓ સહિત કુલ 60,991 પદવી એનાયત કરવાની મંજૂરી પણ આજની ગવર્નન્સની બેઠકમાં આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ