બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / બિઝનેસ / groww success story founder lalit keshre quit flipkart job and start broking firm now overtook zerodha

Business / ખેડૂતના દીકરાનો કમાલ.! લાખોની નોકરી છોડી શરૂ કર્યો શેર લે-વેચનો ધંધો, જ્વલંત સિદ્ધિ બાદ હવે Zerodha પણ ભરે પાણી

Manisha Jogi

Last Updated: 10:13 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં ખેડૂતના પુત્રએ આ સ્ટાર્ટઅપની શરાત કરી છે, જે આજે સફળતાના શિખર પર પહોંચી ગયો છે. આ સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

  • ભારત સ્ટાર્ટઅપના મામલે ત્રીજા સ્થાન પર
  • ખેડૂતપુત્રે કરી સ્ટાર્ટઅપની શરૂઆત
  • ભારતની સૌથી મોટી કંપનીને પાછળ છોડી દીધી

ભારત સ્ટાર્ટઅપના મામલે ત્રીજા સ્થાન પર છે અને ભારતમાં ઝડપથી સ્ટાર્ટઅપનો વ્યાપ વધી રહ્યો છે. અહીંયા ફિનટેક સ્ટાર્ટઅપની વાત કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશમાં ખેડૂતના પુત્રએ આ સ્ટાર્ટઅપની શરાત કરી છે, જે આજે સફળતાના શિખર પર પહોંચી ગયો છે. આ સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ સ્ટાર્ટઅપ ગ્રો (Groww)એ બ્રોકિંગ ફર્મ જેરોધાને પણ પાછળ છોડી દીધી છે. 

જેરોધાને પછાડી Groww આગળ વધ્યું
બેંગલરુ બેઝ્ડ ફિનટેક સ્ટાર્ટઅપ Growwના એક્ટિવ રોકાણકારની સંખ્યા દેશની સૌથી મોટી બ્રોકિંગ ફર્મ જેરોધા કરતા પણ વધુ થઈ ગઈ છે. જે બારતની ટોપ બ્રોકરેજ કંપની બની ગઈ છે. વર્ષ 2022-23ના અંતમાં Groww પાસે 53.7 લાખ ગ્રાહક હતા. વર્ષ 2023-24ના સપ્ટેમ્બરના અંતમાં આ રોકાણકારની સંખ્યા વદીને 66.3 લાખ થઈ ગઈ છે. નફાના ધાર જેરોધા ભારતની સૌથી મોટી બ્રોકિંગ ફર્મ છે

દર વર્ષે યૂઝર્સની સંખ્યામાં વધારો
Growwના એક્ટિવ રોકાણકારની સંખ્યામાં સતત વધારો થઈ શકે છે. NSE આંકડા અનુસાર નાણાંકી વર્ષ 2021માં Growwના એક્ટિવ રોકાણકારની સંખ્યા 7.8 લાખ હતી. નાણાંકીય વર્ષ 2022માં આ રોકાણકારની સંખ્યા વધીને 38.5 લાખ થઈ ગઈ હતી. સપ્ટેમ્બર 2023 સુધીમાં જેરોધાના 64.8 લાખ યૂઝર્સ હતા.  Growwએ જેરોધાને પણ પાછળ છોડી દીધી છે અને Growwના એક્ટિવ રોકાણકારની સંખ્યા 66.3 લાખના સ્તરને પાર પહોંચી ગઈ છે. 

બ્રોકિંગ ફર્મ Groww કઈ સર્વિસ પ્રદાન કરે છે
બ્રોકિંગ ફર્મ Groww યૂઝર્સ માટે સ્ટોર, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, IPO, અમેરિકી સ્ટોક, ફ્યૂચર્સ એન્ડ ઓપ્શંસ, ફિક્સ્ડ ડિપોઝીટ અને સોનામાં રોકાણ માટે સરળ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ કંપનીમાં માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલા, સિકોઈયા કેપિટલ અને ટાઈગર ગ્લોબલ જેવા નિષ્ણાંતોએ રોકાણ કરેલ છે. 

ખેડૂતપુત્રનો આઈડિયા
મધ્યપ્રદેશમાં લેપા ગામના એક ખેડૂતના દીકરા લલિત કેશરેએ તેના મિત્રો સાથે મળીને આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા પછી લલિત કેશરેએ IIT પાસ કર્યું, ત્યારપછી ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં નોકરી કરી. પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું, ત્યારપછી સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો અને Growwની શરૂઆત થઈ. 

નોકરી છોડીને વર્ષ 2016માં Groww શરૂ કર્યું
લલિત કેશરેએ વર્ષ 2016માં ફ્લિપકાર્ટમાં તેના ત્રણ એક્ઝિક્યુટિવ સાથીઓ હર્ષ જૈન, ઈશાન બંસલ અને નીકજડ સિંહ સાથે નોકરી છોડી દીધી, ત્યારપછી સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. શરૂઆતના સ્તરે આ કંપનીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, આ કંપની સામે જેરોધા જેવી કંપની હરિફાઈમાં હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં Groww ઝડપથી આગળ વધી અને જેરોધાને પણ પાછળ છોડી દીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ