બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Government's reaction to the paper leak issue after the cabinet meeting

BIG BREAKING / પેપરલીક સામે કાયદો બનશે: ગુજરાત સરકારે કર્યું સત્તાવાર એલાન, ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

Dinesh

Last Updated: 04:53 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેબિનેટ બેઠક બાદ પેપરલીક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, બજેટ સત્ર દરમિયાન પેપરલીક મામલે સરકાર નવો કાયદો લાવશે

  • કેબિનેટ બેઠક બાદ પેપરલીક મામલે સરકારની પ્રતિક્રિયા
  • પેપરલીક મામલે સરકાર લાવશે નવો કાયદો: ઋષિકેશ પટેલ
  • બજેટ સત્ર દરમિયાન લાવવામાં આવશે નવો કાયદો-ઋષિકેશ પટેલ


પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે  કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા સત્તાવાર જણાવ્યું છે કે,પેપરલીક મામલે સરકાર નવો કાયદો લાવશે. 

પેપરલીક મામલે સરકાર લાવશે નવો 
પેપર લીક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પેપરલીક મામલે સરકાર નવો કાયદો લાવશે. બજેટ સત્ર દરમિયાન નવો કાયદો લાવવામાં આવશે અને પેપરલીકમા સંડોવાયેલા લોકો સામે સખત સજા કરાશે. તેમણે ઉમેર્યું કે, પોલીસે રાત્રે દોઢ વાગ્યે દરોડા કરીને આરોપીઓની ધરપકડ કરી છે. ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પંચાયત સેવા પસંદગી મંડળે તમામને અવગત કર્યા હતાં. તમને જણાવી દઈએ કે, પેપરલીક ઘટના બાદ ચર્ચાઓ ચાલતી હતી કે, સરકાર પેપરલીક બાબતે કાયદો લાવશે પરંતુ જે બાબતે આજે સરકારે સત્તાવાર જાહેરાત કરી છે.

સમગ્ર મામલો

  • જૂનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું
  • પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી
  • સમગ્ર પેપરલીક કાંડમાં પોલીસે અગાઉ એક યુવકની કરી હતી ધરપકડ
  • રવિવારે વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા મળી આવી હતી પ્રશ્નપત્રની નકલ
  • પેપરલીક કાંડને કારણે પેપર રદ કરાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં
  • જૂનિયર ક્લાર્કની 1 હજાર 181 ખાલી જગ્યા માટે યોજાવાની હતી પરીક્ષા
  • પંચાયત સેવા પસંદગી મંડળ 100 દિવસ પછી ફરીથી પરીક્ષાની તારીખ કરશે જાહેર
  • આરોપીઓ દ્વારા ફૂટેલું પેપર 7 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો
  • આરોપીઓ સફળ થાય તે પહેલા જ ગેંગને પકડી લેવામાં ATSને મળી સફળતા
  • ગુજરાત ATSએ હાલ સમગ્ર મામલે 16 આરોપીઓની કરી ધરપકડ
  • રાજ્ય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે
  • પરીક્ષાર્થીઓએ પેપરલીક થવાની ઘટનામાં રાજ્ય સરકારને ગણાવી જવાબદાર
  • મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઉઠાવી લેવાયો

કે એલ હાઇટક પ્રિન્ટીગ પ્રેસ એપી સેન્ટર હતું
તેલંગાણામાં કે એલ હાઈટક નામની પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં જીત કામ કરતા હતો અને તેણે ત્યાંથી પેપર લીક કર્યું હોવાનુ જાણવા મળી હતું. આ પછી તેણે પેપર તેના સગા પ્રદીપને આ પેપર આપ્યું હતું. આ પછી પ્રદીપે આ પેપર તેની આગળની ટીમને સોંપ્યું હતું. આ કેસમા અલગ અલગ ગામના ચાર જેટલા ગ્રુપ સક્રિય હોવાનુ પણ સામે આવ્યું હતું. આ પ્લાનમાં વડોદરાની ઈન્સ્ટિટ્યુટ છે તેને પણ રૂપિયા આપવાના હતા. ગુજરાત ATSએ પ્રદીપને પકડ્યા પછી તેની પૂછપરછ કરી હતી તેમાં જીતનું નામ ખુલ્યું હતું.

આ કારણથી તેલગણામા પેપર છપાવવા ગયું હતુ.
ગુજરાતમા પેપર છપાઇ તો સૌ કોઇ ગુજરાતી ભાષાના જાણતા હોય એટલે જો અહી કોઇ સ્થળે પેપર પ્રિન્ટ કરવામા આવે અને કોઇ લાલચે પેપર લીક થવાનો ભય વધુ રહે તો બીજી તરફ અન્ય રાજ્યમાં કે જ્યાં ગુજરાતી ભાષાની લોકોમાં ઓળખ ઓછી હોય માટે પેપરની ગુપ્તતા જળવાઈ રહે તે માટે બહાર પ્રિન્ટિંગ માટે આપવામાં આવતું હોય છે. આવામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર તેલંગાણામાં છપાવવા માટે મોકલવામાં આવ્યું હતું. જોકે,અન્ય ભાષા જાણતા ન હોવાથી પણ આરોપીએ રસ્તો શોધી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ