ગૃહમાં સરકારે સ્વીકાર્યું કે સરકારી કોલેજોમાં, પોલિટેકનિક કોલેજમાં અને મંજૂર મહેકમ સામે અધધ જગ્યાઓ ખાલી પડી છે.
સરકારે સ્વીકાર્યું સરકારી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી
પોલિટેકનિક કોલેજમાં પણ ઘણી જગ્યાઓ ખાલી
મંજૂર મહેકમ સામે અધધ જગ્યાઓ ખાલી
ધારાસભ્ય સી.જે.ચાવડાના સવાલ પર સરકારે જવાબ આપતા સ્વીકાર્યું છે કે સરકારી પોલિટેકનિક કોલેજોમાં અધધ જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ 1ના મંજૂર મહેકમ 171 સામે 84 જગ્યાઓ, વર્ગ 2ના મંજૂર મહેકમ 2 હજાર 232 સામે 182 જગ્યાઓ, વર્ગ 3ના મંજૂર મહેકમ 1 હજાર 60 સામે 720 જગ્યાઓ અને વર્ગ 4ના મંજૂર મહેકમ 527 સામે 403 જગ્યાઓ ખાલી પડી છે. સાથે જ સરકારી કોલેજોમાં અને પોલિટેકનિક કોલેજમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે.
અગાઉ આ વિશે કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનુ નિવેદન પણ સામે આવ્યું હતું જેમાં એમને કહ્યું હતું કે ટેક્નિકલ શિક્ષણની હાલતનો સરકારે વિધાનસભામા જવાબ આપ્યો છે. એ મુજબ હેડ ઓફ ડિપાર્મેન્ટ, લેક્ચરર, પ્રિનેસિપલ, વર્ગ ૩ ની જગ્યા ખાલી છે. આ વાત પર અર્જુન મોઢવાડિયા કહ્યું હતું કે ટેક્નિકલ શિક્ષણ અને વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છે.