બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Good news for students who want to study abroad, now direct dollar loans will be available from this place

ગુડ ન્યુઝ / વિદેશમાં અભ્યાસની ઇચ્છા ધરાવનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે આ જગ્યાએથી મળી જશે સીધી ડૉલરમાં લોન

Megha

Last Updated: 09:44 AM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એજ્યુકેશન લોન ડોલરમાં આપવામાં આવશે જે વિદ્યાર્થીઓને રૂપાંતરણ ખર્ચ બચાવવામાં મદદ કરશે. હાલમાં, વિદેશી યુનિવર્સિટીઓમાં ફી ચૂકવવા માટે તેઓએ રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા પડે છે.

  • ડૉલરમાં એજ્યુકેશન લોન આપવાની પરવાનગી
  • વિદેશ ભણવા જવા માટે હવે લોન ડોલરમાં આપશે 
  • આ રીતે સમગ્ર શિક્ષણ ધિરાણ પ્રક્રિયાને સરળ બનાવશે

ભારતીય વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ ફોરેન કરન્સીમાં-પ્રમાણિત શિક્ષણ લોનનો લાભ  GIFT સિટી ખાતેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) પાસેથી  મેળવી શકે છે. જણાવી દઈએ કે IFSC ઓથોરિટીએ એજ્યુકેશન લોન કંપની - Avanseને આ માટે કામગીરી શરૂ કરવા અને ડૉલરમાં એજ્યુકેશન લોન આપવાની પરવાનગી આપી છે. આ સાથે જ આઈએફએસસીએના (IFSC) અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ સાથે એ વાતની પણ ખાતરી કરશું કે વિદ્યાર્થીઓએ રૂપિયાના ડોલરમાં રૂપાંતરણને કારણે વધારાના પૈસા ખર્ચવા ન પડે. સાથે જ ડોલર લોન સ્પર્ધાત્મક વ્યાજ દરે ઉપલબ્ધ થશે. 

વિદેશ ભણવા જવા માટે હવે લોન ડોલરમાં પણ આપશે 
આ વિશે વાત કરતાં IFSCA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિપેશ શાહે જણાવ્યું હતું કે, "આ શરૂઆત છે જ્યાંથી ભારતીય વિધાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓને IFSC ઓથોરિટી દ્વારા નિયંત્રિત તેનું પોતાનું આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર ધરાવતા દેશમાંથી લાભ મેળવે. હાલમાં વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીઓમાં ફી ચૂકવવા માટે રૂપિયાને ડોલરમાં રૂપાંતરિત કરવું આવશ્યક છે. પણ હવે લોન ડોલરમાં આપશે અને તેને રૂપાંતરણ ખર્ચ બચાવવામાં આવશે. આ ઉપરાંત એ લોન આંતરરાષ્ટ્રીય બજારમાં ઓફર કરવામાં આવતા સ્પર્ધાત્મક વ્યાજ દરો પર હશે. IFSCA પાસે આવી ઘણી કંપનીઓ છે જે ભવિષ્યમાં ભારતીય વિદ્યાર્થીઓને ડૉલરમાં લોન મેળવવામાં મદદ કરશે."

ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે
આ વિશે વધુ માહિતી મેળવતા એક સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની યુએસ ડોલરમાં લોન ઓફરિંગ સાથે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે. અન્ય દેશોની કરન્સીને પણ તેમાં ઉમેરવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં અન્ય દેશોમાં સ્થિત નાણાકીય કંપનીઓ તેમના દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી કરન્સી લોન ઓફર કરે છે.

સમગ્ર શિક્ષણ ધિરાણ પ્રક્રિયાને સરળ બનાવશે
જણાવી દઈએ કે Avanse Financial Services ના MD અમિત ગેંડાએ જણાવ્યું હતું કે, "અમે GIFT સિટી ખાતે સંપૂર્ણ માલિકીની પેટાકંપની - Avanse Global Finance IFSC Pvt Ltd - શરૂ કરશું  અને અમે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી કરન્સીમાં શિક્ષણ લોન ઓફર કરશું. આનાથી તેઓ તેમની પસંદગીની યુનિવર્સિટીમાં ઉપયોગમાં લેવાતી કરન્સી મુજબ લોન લેવામાં સક્ષમ બનશે. આ રીતે સમગ્ર શિક્ષણ ધિરાણ પ્રક્રિયાને સરળ બનાવશે."

એક્સપર્ટ - ડોલર કરતાં રૂપિયામાં લોન વધુ ફાયદાકારક
આ બધા વચ્ચે એક વર્ગનું માનવું છે કે ડોલર કરતાં રૂપિયાની લોન વધુ ફાયદાકારક છે. આ વિશે ઘણા નિષ્ણાતોના મતે વિદ્યાર્થીઓએ ડૉલર સામે રૂપિયો નબળો પડવાની શક્યતાને ધ્યાનમાં લેવી જોઈએ, જેના કારણે લોનની ચુકવણી ઘણી પડકારજનક બને છે. જ્યારે સ્થાનિક સંસ્થા પાસેથી રૂપિયાની લોન કરતાં નીચા દરને કારણે આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી ડૉલરમાં શિક્ષણ લોન આકર્ષક લાગી શકે છે પણ વાસ્તવિક દર કે જેના પર ઉધાર લેનાર ચૂકવશે ત્યારે તેનો વ્યાજ દર અને રૂપિયાના વાર્ષિક દરના સરવાળા કરતાં વધુ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ