બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Gondal became Gujarat number one market yard

રાજકોટ / ઊંઝાને પાછળ કરી ગોંડલ બન્યું ગુજરાતનું નંબર વન માર્કેટ યાર્ડ, જુઓ કેટલા રૂપિયાની થઈ આવક

Dinesh

Last Updated: 03:49 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઝાને પાછળ રાખી ગોંડલ માર્કેટ યાર્ડ ગુજરાતનો નંબર વન બન્યું, વર્ષ 2021-22 દરમિયાન 2362.49 લાખ રૂપિયાની આવક થઈ છે, સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિત 55થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે.

  • ગુજરાતનો નંબર વન માર્કેટ યાર્ડ ગોંડલ બન્યું
  • વર્ષ 2021-22 દરમિયાન 2362.49 લાખ આવક થઈ
  • 'ગોંડલ માર્કેટ યાર્ડને વધુ સુવિધા યુક્ત કરાશે'


ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જણસીઓની આવક થાય છે આ સાથે જ ઊંઝાને પાછળ રાખી ગોંડલ માર્કેટ યાર્ડ ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડ બન્યું છે. રાજકોટ શહેરના ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતભરમાં નંબર વન બન્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 2362.49 લાખ રૂપિયાની આવક થઈ છે. જેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જણસીઓની આવક સાથે માર્કેટ યાર્ડે ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડની સિદ્ધિ  સૌપ્રથમ મેળવી છે.

ગુજરાતનું નંબર વન માર્કેટ યાર્ડ ગોંડલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક થઈ હોવાનું સામે છે. આ સાથે જ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સૌથી વધુ આવકમાં અત્યાર સુધી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન રહેતું હતું. જેમાં વર્ષોથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વનના સ્થાન પર હતું. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ માર્કેટિંગ યાર્ડએ બીજા નંબર પર રહેતું હતું. ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરીને ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડ તરીકેનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એ પણ સૌરાષ્ટ્ર પંથકના સૌ કોઈ  લોકો માટે એક ગૌરવની વાત છે.

ગોંડલ માર્કેટ યાર્ડને વધુ સુવિધા યુક્ત કરાશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું જ અગ્રિમ બની ન રહે તે માટે વર્તમાન બોડી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. દેશ વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આવે તે અંગેના આયોજનો કરવામાં આવનાર છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે. તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ પાકની આવક થાય અને તુરંત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે. તેમજ નેશનલ હાઈવે પર વાહનોની કતારો લાગતી બંધ થાય તે અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની ખરીદી માટે દેશભરમાંથી વેપારીઓ વર્ષ દરમિયાન આવતા હોય છે. જેમાં રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુના વેપારીઓ ખાસ કરીને મરચા, લસણ, ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જ્યારે મગફળી અને ધાણાની ગુજરાતના વેપારીઓ ખરીદી કરી લેતા હોય છે. તેઓ દ્વારા દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવતી હોય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ