બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Gold rings will be given to such children on PM Modi's birthday

કવાયત / PM મોદીના જન્મદિને આવા બાળકોને અપાશે સોનાની વીંટી: ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન

Priyakant

Last Updated: 10:47 AM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે PM મોદીના જન્મદિવસને લઈ વિવિધ તૈયારીઓ, બાળકોને સોનાની વીંટી અને  CM સ્ટાલિનના મતવિસ્તારમાં 720 કિલો માછલીનું વિતરણ

  • PM મોદીના જન્મદિને ભાજપના તમિલનાડુ યુનિટે ખાસ વ્યવસ્થા કરી
  • મોદીના જન્મદિવસ પર જન્મેલા બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય
  • આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવાની પણ યોજના 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. શનિવારે તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ભાજપના તમિલનાડુ યુનિટે ખાસ વ્યવસ્થા કરી છે.  અહીં પીએમ મોદીના જન્મદિવસ પર જન્મેલા બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવાની પણ યોજના છે.

વડાપ્રધાનના જન્મદિવસે આપવામાં આવનાર સોનાની વીંટી વિતરણના ખર્ચ અંગે પણ સવાલો ઉભા થયા છે. આનો જવાબ આપતાં મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગને કહ્યું કે,  ચેન્નાઈની RSRM હોસ્પિટલને રિંગનું વિતરણ કરવા માટે પસંદ કરવામાં આવી છે. અહીં જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે. તેણે વધુમાં જણાવ્યું કે, એક વીંટી લગભગ બે ગ્રામની હશે, જેની કિંમત લગભગ 5000 રૂપિયા હશે. અંદાજ મુજબ શનિવારે હોસ્પિટલમાં 15 થી 20 બાળકોનો જન્મ થશે.

CM સ્ટાલિનના મતવિસ્તારમાં માછલીઓનું વિતરણ 

આ સાથે મંત્રી એલ મુરુગને કહ્યું કે, 720 કિલો માછલીના વિતરણ માટે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના મત વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. આની પાછળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે કહ્યું, પીએમ મોદી 72 વર્ષના થઈ રહ્યા છે. આ માટે 720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ