બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / gold future rates rises but still 5000 short than 7th august

કોમોડિટી / સોનાની કિંમતમાં જોરદાર કડાકો, 5117 રૂપિયામાં સરકાર આપી રહી છે ગોલ્ડ ખરીદવાની સોનેરી તક

Parth

Last Updated: 10:55 PM, 29 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારી વચ્ચે દુનિયાભરની કેન્દ્રીય બેંક અને સરકારો દ્વારા મોટા સ્તર પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ જ કારણ છે કે આ વર્ષે સોનાના ભાવ આશરે 28 ટકા સુધી વધી ગયા છે.

  • સાતમી ઓગસ્ટે સોનું 56,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઉચ્ચતમ સ્તર પર હતું સોનું 
  • સોનાના વાયદા ભાવ એક ટકાનો વધારો 
  • RBI દ્વારા ગોલ્ડ બોન્ડના નવા ભાવ  5,117 પ્રતિ ગ્રામ 

શુક્રવારે વૈશ્વિક બજારના આધારે ઘરેલું બજારમાં સોના ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર માટે સોનાના વાયદા ભાવ એક ટકા વધારીને 51,399 પ્રતિ દસ ગ્રામ રહ્યો. જ્યારે ચાંદીની કિંમતોમાં પણ 1.5 ટકાનો વધારો જોવા મળ્યો. ગુરુવાર અને શુક્રવારે ભારતમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. પરંતુ સાતમી ઓગસ્ટે સોનું 56,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર રહ્યો અને તે મુકાબલે આ ભાવ હજુ પાંચ હજાર ઓછા છે. 

ભારતની વાત કરીએ તો સરકાર હવે સસ્તામાં સોનામાં રોકાણ કરવા માટે વધુ એક મોકો આપી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સોવરેન ગોલ્ડ બોન્ડના છઠ્ઠા ટ્રાન્ચ માટે સોમવારે સબસ્ક્રિપ્શન ખોલી દેવામાં આવશે. આ ગોલ્ડ બોન્ડ ભારતીય રિઝર્વ બેંક કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરશે. અ વખતે RBI દ્વારા ગોલ્ડ બોન્ડના નવા ભાવ  5,117 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. આ સબસ્ક્રિપ્શન ચોથી સપ્ટેમ્બરે બંધ થઇ જશે. 

શુક્રવારે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો. ડોલરમાં નબળાઈના કારણે સોનાને બળ મળી રહ્યું છે. અમેરિકામાં સોનાના વાયદા ભાવ આશરે 2 ટકા વધીને 1,974 ડોલર પ્રતિ આઉન્સ થયા છે. ગુરુવારે અમેરિકાની કેન્દ્રીય બેંકના બેંકના જેરોમ પાવેલ દ્વારા નવી નીતિને લઈને આપવામાં આવેલ ભાષણ બાદ સોનાના ભાવ 2 ટકા સુધી ઘટી ગયા હતા.  તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય બેંક સરેરાશ મોંઘવારી દરને લક્ષ્ય બનાવશે. જેનો અર્થ કે જો આવનારા દિવસોમાં અમેરિકામાં મોંઘવારી વધે છે તો પણ વ્યાજ ડર ઓછી જ રાખવામાં આવશે. 

નોંધનીય છે કે સામાન્યપણે માનવામાં આવે છે કે ઓછા વ્યાજદરના કારણે સોનાને સપોર્ટ મળે છે. કોઈ પણ દેશની કરન્સી કમજોર થવા અને મોંઘવારી વધવાના કારણે રોકાણકારો માટે સોનું ફાયદેમંદ સાબિત થાય છે.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ