બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Girl dragged in Outer Delhi area after dress get stuck in car wheel

દિલ્હીમાં ડર / કાળજું કંપાવતી ઘટના, સ્કૂટી સવાર છોકરીને ટક્કરથી મારી નાખી, કારમાં લાશ ઘસડીને લઈ ગયા છોકરા

Hiralal

Last Updated: 06:22 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં નવા વર્ષના જશ્નની વચ્ચે એક કાળજું કંપાવતી ઘટના બની છે જેમા 5 છોકરાઓ એક છોકરીને કારમાં 8 કિમી ઘસડીને લઈ જતા તેનું મોત થયું હતું.

  • નવા વર્ષના જશ્નની વચ્ચે દિલ્હીમાં 5 છોકરાઓનું ખૌફનાક કામ
  • કારનો એક્સિડન્ટ થયો છોકરીને 
  • છોકરાઓએ 8 કિમી ઘસડતા લઈ ગયા છોકરીને
  • દર્દનાક મોત, લાશ પાછળના ટાયરમાં ફસાઈને ઘસડતી રહી 

દિલ્હીના કણઝાવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ વિસ્તારમાં એક છોકરીની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી છે. મળતી માહિતી પ્રમાણે બાલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી સવાર છોકરીને ટક્કર મારી હતી જેને કારણે છોકરીનું દર્દનાક મોત થયું હતું. અકસ્માત બાદ આરોપીઓએ કાર ન રોકી અને કાર હાંકવાનું ચાલું રાખ્યું આ દરમિયાન મૃતક છોકરીની લાશ કારના પાછળના ટાયર સાથે ભરાઈને ઘસડતી રહી હતી. લગભગ 8 કિમી સુધી આ રીતે છોકરીની લાશ ઘસડાતી રહી હતી અને મરેલી છોકરીના કપડાંના પણ લીરેલીરા ઉડી જતા તે નગ્ન થઈ ગઈ હતી. 

રસ્તા પરથી નગ્ન છોકરીની લાશ મળી 
બાદમાં યુવતીની નગ્ન લાશ રસ્તા વચ્ચેથી ખરાબ હાલતમાં મળી આવી હતી. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ યુવતીનું ઘણા સમય પહેલા જ મોત નીપજ્યું હતું.

ખબર નહોતી છોકરીની ડેડબોડી કારમાં ફસાયેલી છે- આરોપીઓનો જવાબ 
પોલીસે પાંચેય છોકરાઓ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. આરોપીઓનું કહેવું છે કે તેમને ખબર નહોતી કે યુવતીની ડેડબોડી કારમાં ફસાયેલી છે. જોકે પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓને ચોક્કસથી ખબર પડી હતી કે યુવતીની લાશ કારમાં ફસાયેલી છે. છોકરાઓએ સ્કૂટી સવાર છોકરીને ટક્કર મારી હોવાથી તેઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ છોકરી પર બળાત્કારના એંગલની પણ તપાસ કરી રહી છે.

દારૂ પીધો હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ 
આ યુવકોએ ઘટના સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુલતાનપુરી વિસ્તારમાં વહેલી સવારે એક સ્કૂટી સવાર છોકરીને કારે ટક્કર મારી હતી જે પછી તેનું મોત થયું હતું અને લાશ અનેક કિલોમીટર સુધી કારની સાથે ઘસડતી રહી હતી.  દિલ્હી મહિલા આયોગ (ડીસીડબ્લ્યુ)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ