બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / General VK Singh will not contest the Lok Sabha elections, announced on social media platform x

Loksabha Election 2024 / ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર, કહ્યું હવે અલગ રીતે કરીશ દેશની સેવા

Vishal Dave

Last Updated: 08:53 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનરલ વી.કે.સિંહે કહ્યું કે હું મારી ઉર્જા અને સમયને નવી દિશામાં લેવા માંગુ છું, જ્યાં હું મારા દેશની સેવા અલગ રીતે કરી શકું.

 

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ લોકસભા સીટના સાંસદ જનરલ (નિવૃત્ત) વીકે સિંહે આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. સિંહે સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગેની માહિતી આપી છે. .તેમણે લખ્યુ છે કે 

'મેં એક સૈનિક તરીકે મારું આખું જીવન આ દેશની સેવામાં સમર્પિત કર્યું છે. ગાઝિયાબાદને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના સપનાને સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષથી મેં અથાક મહેનત કરી છે. આ પ્રવાસમાં, હું દેશ અને ગાઝિયાબાદની જનતાની સાથે-સાથે ભાજપના સભ્યો તરફથી મને જે વિશ્વાસ અને પ્રેમ મળ્યો છે તેના માટે હું આભારી છું. આ ભાવનાત્મક બંધન મારા માટે અમૂલ્ય છે.
આ લાગણીઓ સાથે, મેં એક મુશ્કેલ, પરંતુ વિચારશીલ નિર્ણય લીધો છે. હું 2024ની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પરંતુ મેં તેને મારા હૃદયના ઉંડાણથી લીધો છે. હું મારી ઉર્જા અને સમયને નવી દિશામાં લેવા માંગુ છું, જ્યાં હું મારા દેશની સેવા અલગ રીતે કરી શકું. આ પ્રવાસમાં તમારા સાથી બનવા બદલ હું તમારા બધાનો હૃદયના ઉંડાણથી આભાર માનું છું. તમારો પ્રેમ, સમર્થન અને વિશ્વાસ મને હંમેશા પ્રેરણા આપે છે. આગળ વધીને, હું દેશ અને તમામ નાગરિકો માટે મારી સેવા એક નવા સ્વરૂપમાં ચાલુ રાખીશ'

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 લાખની લીડ માટે ભાજપની રણનીતિ તૈયાર, કાર્યકર્તાઓએ કમર કસી, જાણો પ્લાન

ગાઝિયાબાદની  સીટ ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે પાંચ ધારાસભ્યો, મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ પાર્ટીના છે. રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ, પૂર્વ રાજ્યસભા સભ્ય અનિલ અગ્રવાલ સહિત ઘણા દાવેદારોએ આ બેઠક પર ચૂંટણી લડવા માટે તેમની તમામ તાકાત લગાવી દીધી છે. એવા અહેવાલ મળ્યા હતા કે ભાજપનું નેતૃત્વ વીકે સિંહ અથવા એવી કોઈ વ્યક્તિને મેદાનમાં ઉતારવા માંગે છે કે જેની રાજકીય હાજરી હોય કે ન હોય પરંતુ મોદી સરકારને મદદરૂપ થઇ શકે તેમ હોય. વીકે સિંહે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવીને પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યા હતા. તેથી  ગાઝિયાબાદથી તેમને ટિકીટ મળવાની પ્રબળ સંભાવના હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરીને આ સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ