બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / વડોદરા / gang of children smugglers and suppliers from Vadodara was arrested by the police

સફળતા / ગુજરાતીઓ વાંચી લે આ સમાચાર, વડોદરાની ઘટના તમને ધ્રુજાવી દેશે, પોલીસે કર્યો આ કૌભાંડનો પર્દાફાશ

Kishor

Last Updated: 04:07 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાંથી બાળકોની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગને પોલીસે પકડી પાડી હતી જેની પૂછપરછમાં બાળકોની દિલ્હીથી તસ્કરી કરતા હોવાનું સામે આવ્યું છે.

  • વડોદરામાં ઇન્ટર સ્ટેટ ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડનો પર્દાફાશ
  • બાળકનો લાખમાં સોદો કરનાર દિલ્લીની મહિલાની વડોદરાથી ધરપકડ
  • બાળક ખરીદવા આવેલી દંપતી રેલ્વે સ્ટેશનથી ઝબ્બે

વડોદરામાંથી ઇન્ટર સ્ટેટ ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં આઠ દિવસની ફૂલ જેવી માસૂમ બાળકીનો અઢી લાખમાં સોદો થયો હોવાનું ઉઘાડું પડયું છે. આ મામલે પોલીસે બાતમીને આધારે બે મહિલા સહીત ચાર શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

DCP એ LCBની ટીમને એક્ટિવ કરી વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું
વડોદરા પોલીસને ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડ ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં ઈન્ટરનેટના માધ્યમથી વડોદરાની મહિલાએ બાળકીનો સોદો  કર્યો હતો. ત્યારબાદ વાતચીત થયા મુજબ દિલ્હીથી બાળકીને વડોદરાના સલાટવાળા ખાતે વેચવા માટે લાવવામાં આવી હતી. આ અંગે એક મહિલાએ DCP અભય સોનીને બાતમી આપી હતી. જે બાબતની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા DCP એ LCBની ટીમને એક્ટિવ કરી વોચ ગોઠવી દેવામાં આવી હતી. બાળકનો લાખમાં સોદો કરનાર દિલ્લીની મહિલાની અને બાળક ખરીદવા આવેલી મહિલાને પોલીસે રેલ્વે સ્ટેશનથી દબોચી લઇ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારબાદ કથિત રીતે દિલ્હીથી વડોદરા લાવેલી માત્ર આઠ દિવસની ઉમરની બાળકીને પ્રાથમિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. 

દુરંતો એક્સપ્રેસમાંથી બાળક સાથે મહિલાને ઝડપી લેવાઇ
પોલીસે દુરંતો એક્સપ્રેસમાંથી બાળક સાથે મહિલા અને તેના પતીની ધરપકડ કરી હતી. જેની  પૂછપરછમાં ઈન્ટરનેટના માધ્યમથી બાળકીને વેંચનાર અને ખરીદનાર બંને પરિચયમાં આવ્યા હતા અને ઈન્ટરનેટ પરથી જ સોદો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં પોલીસે સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા (રહે. તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગ) પૂજા અને દિપક કુમારની ધરપકડ કરી અને કેટલા સમયથી આ ઇન્ટર સ્ટેટ ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડમાં સંડોવાયેલ છે તથા અન્ય કેટલા બાળકોને આ પ્રકારે વેચવામાં આવ્યા તે સહીતની દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ