બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar police will present accused Sachin Dixit in court today

ગાંધીનગર / શિવાંશની માતા મહેંદીની હત્યાના ખુલાસા બાદ આજે પોલીસ આરોપી સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કરશે

Kiran

Last Updated: 11:34 AM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવાંશની માતા મહેંદીની હત્યાના ખુલાસા બાદ આજે ગાંધીનગર પોલીસ આરોપી સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કરશે

  • પેથાપુરમાં બાળકને તરછોડવાનો મામલો
  • આરોપી સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કરાશે
  • આરોપી પિતા સચિનને કોર્ટમાં રજૂ કરશે

ગાંધીનગરના પેથાપુરમાં બાળકને તરછોડવા મામલે આરોપી સચિન દિક્ષિતની ધરપકડ કરી દેવામાં આવી છે, મહત્વનું છે આરોપીએ પોતાની કરતૂત છુપાવવા માટે બાળકને મંદિરમાં તરછોડી દીધું હતું જે બાદ ત્યજી દેવાયેલા બાળકની શોધખોળ માટે પોસીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પોલીસના 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આખરે આરોપી સચિત દિક્ષિતને ઝડપી લેવામાં આવ્યા જેમાં મોટા ઘટસ્ફોટ થયો છે ત્યારે આજે આરોપી સચિન દિક્ષિતને કોર્ટેમાં રજૂ કરવામાં આવશે, મહત્વનું છે કે સચિન દિક્ષિતે વડોદરામાં શિવાંશની માતા મહેંદીની હત્યાને અંજામ આપ્યો હતો. 



 

આરોપી સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કરાશે

શિવાંશની માતા મહેંદીની હત્યા મામલે ખુલાસો થયા બાદ પોલીસ વડોદરા સ્થિત આરોપી સચિન દિક્ષિતના ઘરે પહોંચી જ્યાં મહેંદીની ડેડબોડીનો કબ્જો લેવામાં આવ્યો હતો જેમાં આરોપીએ હત્યા બાદ મૃતદેહ પેક કરીને રસોડામાં મુકી દીધો હતો. સચિન મહેંદી સાથે વર્ષ 2018માં સંપર્કમાં આવ્યો હતો જ્યારે શિવાંશનો જન્મ 2020માં થયો હતો. મહત્વનું છે કે સચિનને સાથે રાખવા બાબતે મહેંદી સાથે ઝઘડજો થતા સચિને ગળે ટુંપો દઈને હત્યા નિપજાવી દીધી હતી, જેની સચિનની પૂર્વ પત્નીને જાણ સુધ્ધા પણ ન હતી. જો કે પોલીસ તપાસમાં સચિનનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહીં હોવાનું સામે આવ્યું છે. 



 

બાળકના ભવિષ્યને લઈને અનેક સવાલ 

જો કે હવે બાળકના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગના રાજ્યમંત્રી  હર્ષ સંઘવી એ સુરતમાં પોતાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન તરછોડાયેલા બાળકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આખો ભેદ ખોલી નાખ્યો છે.આરોપીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી છે.આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય એ સરકારની જવાબદારી બને છે. જો પિતા કે તેનો પરિવાર શિવાંશને સાચવી કે દેખભાળ નહિ કરી શકે તો સરકાર બાળકના ભવિષ્ય અંગે તમામ પગલાં લેશે. સંઘવીએ એમ પણ ઉમેર્યું કે, આખું ગુજરાત શિવાંશને સ્વીકારવા તૈયાર છે. ગુજરાત પોલીસે સૌથી પહેલા આ બાળકના પિતાને શોધ્યો છે .અને 24 કલાકમાં જ પોલીસ તમામ કડીઓ સુધી પહોચી ગઈ છે. આરોપો સચિને જ પ્રેમિકા હીનાની હત્યા કરી છે.અને પોલીસે સઘળા ભેદ-ભરમ પરથી પરદો ઊંચકી દીધો છે. 

શું છે સમગ્ર મામલો?

2 દિવસ અગાઉ મોડી રાતે ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી એક બાળક મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને આ મામલાની જાણ થયાં બાદ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક કોર્પોરેટર દિપ્તી બેન દ્વારા બાળકની સાર સંભાળ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી રહી છે. આ ઘટના ક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના તમામ કાર્યક્રમો અટકાવીને બાળકને મળવા પહોંચ્યા હતા અને પોલીસની 7 ટીમો દ્વારા માતા-પિતાની શોધખોળ હાથ ધરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું, આ તપાસના 24 કલાકમાં જ ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી અને બાળકના પિતા ગાંધીનગર સ્થિત સેક્ટર 26માં રહેતા હોવાનું સામે આવ્યું અને કાર પણ મળી આવી હતી. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા પડોશીએ બાળક સચિન દિક્ષીતનું નહીં હોવાનું કહેતા મામલો વધુ સંદિગ્ધ બન્યો હતો. અંતે પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં બાળક થયું હોવાનું સામે આવ્યું હતું. અંતે દિક્ષીતે પ્રેમિકાની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ