બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar health minister rushikesh patel statement

નિવેદન / ગુજરાતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે મોટા સમાચાર, આરોગ્ય મંત્રીએ જુઓ શું કીધું

Kavan

Last Updated: 12:41 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કેસ નોંધાયા બાદ સરકાર દોડતી થઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે ત્યારે આરોગ્ય મંત્રીએ નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરી છે.

  • ઓમિક્રોનને લઇ બોલ્યાં આરોગ્ય મંત્રી
  • "જામનગર સિવાયના કોઇ કેસની પુષ્ટિ કરાઇ નથી"
  • "કોરોનાનું ટેસ્ટિંગમાં પણ કરાયો વધારો"

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદે જણાવ્યું હતું કે, જામનગરમાં એક કેસ મળી આવ્યો છે. જો કે, રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાંથી ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી. સાથે જ તેમણે કહ્યું કે, હાઇરિસ્ક દેશમાંથી દિવસની 8 થી 10 ફ્લાઇટ આવે છે ત્યારે તમામ પ્રવાસીઓનું સઘન ચેંકિંગ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.

વિદેશથી આવતા લોકોએ 7 દિવસ રહેવું પડશે ક્વોરન્ટાઈન

આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સરકાર સમગ્ર મામલે ગંભીર છે અને આપણી પાસે હાલ મેડિસિનનો પણ પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જો કે, વિદેશથી આવતા પ્રવાસીઓએ હવે 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે. જો કે, તેમણે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીં હોવાની પણ વાત ઉચ્ચારી હતી.

નાગરિકોને કરી મોટી અપીલ 

નાગરિકોને અપીલ કરતા ઋષિકેશ પટેલે કહ્યું કે, જનતા કોવિડની સરકારી ગાઈડલાઈનનું પાલન કરે અને જે લોકોએ વેક્સિન નથી લીધી તેઓ તાત્કાલિક લઇ લે.જેમના વેક્સિનના ડોઝ બાકી હશે તેમને ઘરે ઘરે જઈને ઓળખ કરાશે.

વાયબ્રન્ટ ગુજરાત ચોક્કસ યોજાશે 

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું કે, કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વાયબ્રન્ટ ગુજરાત ચોક્કસથી યોજાશે. જે ડેલિગેશન બહારથી આવશે તેમનું પણ ટેસ્ટિંગ કરાશે

અમદાવાદ મનપા પણ એલર્ટ મોડમાં

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા બાદ તંત્ર હરકતમાં આવી ગયુ છે. અમદાવાદ મનપા પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.મનપા દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. કોરોના ટેસ્ટિંગ ડોમ અને અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યુ છે. શહેરીજનો પણ સજાગ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ શહેરીજનો ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. આ સાથે ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટિંગ સાથે વેક્સિનેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદમાં 12 કોરોનાના કેસ નોંધવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ