બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar corporations Government property taxes are pending

બેદરકારી / લો કરો વાત...! પ્રજાને વેરો ભરવાની સલાહ આપનાર ખુદ રાજ્ય સરકારે જ 29 કરોડનો ટેક્સ નથી ભર્યો

Kavan

Last Updated: 04:08 PM, 24 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર કોર્પોરેશનની કફોડી હાલત થઈ છે અને આ હાલત પાછળ જવાબદાર છે સરકાર. ગાંધીનગર કોર્પોરેશનને રાજ્ય સરકાર પાસેથી 29 કરોડ રૂપિયાનો વેરો લેવાનો બાકી છે. સરકારી મિલકતનો છેલ્લા 10 વર્ષથી કોઈ જ વેરો ભરવામાં આવ્યો નથી. જેના કારણે કોર્પોરેશનની સ્થિતિ કફોડી બની ગઈ છે.

  • દેવાદાર થયું કોર્પોરેશન
  • સરકાર જ નથી ભરતી વેરો
  • 10 વર્ષથી નથી ચૂકવ્યો વેરો

સરકારના જુદા જુદા વિભાગ જેવા કે રોડ અને બિલ્ડિંગ વિભાગ પાસે 10 કરોડ, GAD પાસે 6 કરોડ 76 લાખ રૂપિયા, એજ્યુકેશન વિભાગ પાસે 1 કરોડ રૂપિયા લેવાના બાકી છે. બીજી તરફ શ્રમ અને રોજગાર વિભાગના 29 લાખ રૂપિયા, ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સના 31 લાખ રૂપિયા, હેલિપેડ ગ્રાઉન્ડના 6 કરોડ રૂપિયા, વન વિભાગ પાસે 66 લાખ અને ગૃહ વિભાગ પાસે 68 લાખ રૂપિયાનો વેરો લેવાનો બાકી છે. 

જનતા પાસે વેરાની અપેક્ષા રાખતી સરકારે પોતે જ નથી ભર્યો વેરો

એક તરફ સરકાર જનતાને વેરો ભરવા માટે આગ્રહ કરતી હોય છે. પણ ખુદ સરકારને જ કોર્પોરેશનનો વેરો ચૂકવવામાં કોઈ જ રસ નથી. તો સરકાર જનતા સમક્ષ શું ઉદાહરણ પુરુ પાડશે. 

સરકારના વેરાને લઇને ઉભા થયાં સવાલ 

સરકાર ખુદ જ વેરો નહીં ભરે તો જનતા વેરો ક્યાંથી ચૂકવવાની છે. સવાલ એ પણ છે કે શું સરકાર પાસે વેરો ભરવાના પૈસા નથી. કે પછી જાણી જોઈને વેરો ભરવા નથી માગતી. 

કયા વિભાગનો કેટલો વેરો બાકી?  

  • રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાસે 10 કરોડ વેરો બાકી
  • GAD પાસે 6.76 કરોડનો વેરો લેવાનો બાકી
  • એજ્યુકેશન વિભાગ પાસેથી એક કરોડ લેવાના બાકી
  • સરકારના બાકી લેણાથી કોર્પોરેશનની હાલત કફોડી
  • શ્રમ અને રોજગાર વિભાગના 29 લાખ બાકી
  • ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સના 31 લાખનો વેરો બાકી
  • હેલિપેડ ગ્રાઉન્ડના 6 કરોડ રૂપિયા લેવાના બાકી
  • વન વિભાગ પાસેથી 66 લાખ લેવાના બાકી
  • ગૃહ વિભાગના 68 લાખ રૂપિયા કોર્પોરેશને લેવાના બાકી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ