બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / galwan ghati vivad director apoorva lakhia set to bring movie on indian army china army

બોલિવુડ / 'ગલવાન ઘાટી'ના સંઘર્ષ પર બનશે ભારતીય ફિલ્મ, અપૂર્વ લખિયાએ કર્યું એલાન

Manisha Jogi

Last Updated: 01:49 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2020માં ગલવાન સંઘર્ષમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ મુદ્દા પર ડાયરેક્ટર અપૂર્વ લખિયા ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

  • ગલવાન ઘાટી સંઘર્ષ પર બનશે ફિલ્મ.
  • ડાયરેક્ટર અપૂર્વ લખિયા આ મુદ્દા પર ફિલ્મ બનાવશે. 
  • મોટા પર રજૂ થશે ભારતીય સેના શૌર્યની ગાથા.

પૂર્વીય લદ્દાખ સીમા પર ભારત અને ચીન વચ્ચે હંમેશા તણાવની સ્થિતિ રહે છે. છેલ્લા 5 દાયકાથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2020માં ગલવાન સંઘર્ષમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે બંને દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. આ મુદ્દા પર ડાયરેક્ટર અપૂર્વ લખિયા ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં ભારતીય સેનાની બહાદુર અને શૌર્યની ગાથા રજૂ કરવામાં આવશે. 

ડાયરેક્ટર અપૂર્વ લખિયાએ અગાઉ ફિલ્મ ‘એક અજનબી’ અને ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અપૂર્વ લખિયાએ મોટા પડદા પર ભારતીય સેનાના પરાક્રમની કહાની રજૂ કરવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. ટ્રેડ એનેલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મ અંગે ટ્વિટ કર્યું છે. 

ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના વચ્ચે થયેલ અથડામણ બાબતે ‘ઈંડિયાઝ મોસ્ટ ફિઅરલેસ 3’ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક પરથી ફિલ્મનું નિર્દેશન કરવામાં આવશે. આ પુસ્તકમાં વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલ હિંસા બાબતે લખવામાં આવ્યું છે. પત્રકાર શિવ અરૂર અને રાહુલ સિંહે આ પુસ્તક લખ્યું છે. 

 

સુરેશ નાયર અને ચિંતન ગાંધી આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લે લખશે. આ ફિલ્મના ડાયલોગની જવાબદારી ચિંતન શાહને આપવામાં આવી છે. ફિલ્મ સ્ટારકાસ્ટ અને લીડ રોલ બાબતે કોઈપણ વ્યક્તિનું નામ જણાવવામાં આવ્યું નથી. 

અગાઉ અજય દેવગણે પણ ગલવાન ઘાટી સંઘર્ષ પર ફિલ્મ બનાવવા બાબતે નિવેદન આપ્યું હતું. અગાઉ ઈન્ડિયન સર્જિકલ સ્ટ્રાઈક પર અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. મોટા પડદા પર અનેક વાર ભારત અને પાકિસ્તાના યુદ્ધની કહાની દર્શાવવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ