બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / From where Ram Setu was built, PM Modi performed worship and had darshan of archer Shri Ram

અયોધ્યા રામ મંદિર / જ્યાંથી બન્યો હતો રામસેતુ, ત્યાં જ PM મોદીએ કરી પૂજા-ધનુર્ધારી શ્રીરામના કર્યા દર્શન, જાણો શું છે અહીંનું મહત્વ

Priyakant

Last Updated: 10:37 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: ધનુષકોડી વિશે એવું કહેવામાં આવે છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો

  • PM મોદી એ સ્થાન પર પહોંચ્યાં હતા જ્યાંથી રામ સેતુ બનાવવામાં આવ્યો હતો
  • PM મોદીએ સવારે લગભગ  અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી
  • PM મોદીએ શ્રી કોઠંડારામ સ્વામી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા

Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં ભગવાન રામના મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને તેઓ યજમાન તરીકે પૂજા અર્ચના કરશે જેનું તેઓ ચુસ્તપણે પાલન પણ કરી રહ્યા છે. આ પહેલા તે દક્ષિણ ભારતના મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે એટલે કે રવિવારે (21 જાન્યુઆરી) PM મોદી એ સ્થાન પર પહોંચ્યાં હતા જ્યાંથી રામ સેતુ બનાવવામાં આવ્યો હતો.

PM મોદીએ સવારે લગભગ 9.30 વાગે અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, અહીં રામ સેતુનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે. આ પછી PM મોદીએ શ્રી કોઠંડારામ સ્વામી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. કોઠંડારામ નામનો અર્થ ધનુષ સાથેનો રામ છે. તે ધનુષકોડીમાં આવેલું છે.

શું છે આ સ્થળનું મહત્વ ?
ધનુષકોડી વિશે એવું કહેવામાં આવે છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.

નોંધનિય છે કે, શનિવારે PM મોદીએ ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી. એવું કહેવાય છે કે, તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ દ્વીપમાં સ્થિત શિવ મંદિરનો રામાયણ સાથે સંબંધ છે, કારણ કે આ સ્થાન પર શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. આ પછી શ્રી રામે માતા સીતા સાથે પ્રાર્થના કરી. PM મોદી રંગનાથનસ્વામી મંદિરની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે.

વધુ વાંચો: અયોધ્યા રામ મંદિર: કેટલા વાગ્યે આવશે PM મોદી? કઈ કઈ જગ્યાએ જશે? જુઓ સમગ્ર કાર્યક્રમ

રૂદ્રાક્ષની માળા પહેરેલા જોવા મળ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 'અગ્નિ તીર્થ' બીચ પર સ્નાન કર્યા બાદ ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી. રુદ્રાક્ષની માળા પહેરેલી જોવા મળેલા PM મોદીએ તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામીમાં પૂજા કરી હતી. આ સાથે તેમણે મંદિર પરિસરમાં આવેલા 22 તીર્થોમાં ડૂબકી લગાવી હતી. ભક્તો તીર્થસ્થાનોમાં ડૂબકી મારવાને શુભ અને ધાર્મિક માને છે. મંદિર સંકુલની અંદરના 22 મંદિરો કુદરતી ઝરણાનો સંદર્ભ આપે છે અને તેમાંથી દરેક તમિલમાં 'નાઝી કિનારુ' (કૂવા) તરીકે ઓળખાય છે. પૂજારીઓએ પરંપરાગત રીતે PM મોદીનું સ્વાગત કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ