બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / Ayodhya Ram Temple: What time will PM Modi arrive View the entire program

પ્રાણ પ્રતિષ્ઠા / અયોધ્યા રામ મંદિર: કેટલા વાગ્યે આવશે PM મોદી? કઈ કઈ જગ્યાએ જશે? જુઓ સમગ્ર કાર્યક્રમ

Megha

Last Updated: 09:01 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન હશે. આ કાર્યક્રમમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે.

  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે.
  • પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ બહાર આવ્યો છે.
  • મળતી માહિતી અનુસાર પીએમ મોદી સોનાની સોયથી રામલલાને કાજલ લગાવશે. 

22 જાન્યુઆરીની સવાર માટે અયોધ્યા તૈયાર છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અને રામલલાના વિરાજમાન થશે અને આ ક્ષણની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. આ ભવ્ય કાર્યક્રમમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે. આ કાર્યક્રમ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

દરમિયાન પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ બહાર આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ પહોંચશે. બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદી સોનાની સોયથી રામલલાને કાજલ લગાવશે. આવતીકાલે શું ખાસ હશે ચાલો એ વિશે જાણીએ.. 

- PM મોદી 22 જાન્યુઆરી, સોમવારે સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે 
- સવારે 10.55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. 
- બપોરે 12.05 વાગ્યે, શ્રી રામ અયોધ્યાના જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. 
- આ પછી તેઓ બપોરે 1 વાગે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. 
- બપોરે 2:15 કલાકે કુબેર ટીલાના શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. 

જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આઠ હજારથી વધુ મહેમાનો હાજરી આપશે, જેમાં દેશના વડાપ્રધાન, મહાન સંતો, રાજકારણીઓ, અભિનેતાઓ અને અન્ય લોકો સામેલ છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપતા કહ્યું કે PM મોદી શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસના અવસર પર જાહેર સભાને સંબોધશે અને આ માટે જાહેર સભામાં 6000 ખુરશીઓ ગોઠવવામાં આવશે. 

સાથે જ 13 VVIP મહેમાનો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવશે. તેજેમાં TATA-બિરલા, રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવાર, અગ્રવાલ ગ્રુપના ચેરમેન, દાલમિયા ગ્રુપ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામીના પરિવારનો સમાવેશ થાય છે. આ સિવાય કેપી એન્ટરપ્રાઈઝના એરક્રાફ્ટ, ઈએચએ એવિએશન, આંતરરાષ્ટ્રીય મહેમાન, એરોટ્રાન્સ એવિએશનના માલિક બાબતપુર એરપોર્ટ પર ઉતરશે. અયોધ્યા એરપોર્ટ પર માત્ર 4 એરક્રાફ્ટ પાર્ક કરવા માટે જગ્યા છે તેથી વારાણસી એરપોર્ટ પર 13 એરક્રાફ્ટ પણ પાર્ક કરવામાં આવશે.

વધુ વાંચો: આજે 114 કળશથી રામલલાને કરાવશે સ્નાન: મંડપની પણ થશે પૂજા, જાણો પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલા શું શું થશે

દેશમાં જ નહીં વિદેશોમાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જોરદાર તૈયારીઓ થઈ રહી છે.22 જાન્યુઆરીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અને 60થી વધુ દેશોમાં 200થી વધુ સ્થળોએ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાનું ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ