બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Friendship with someone else's girlfriend gets heated, 25 men get together and taste methipak on the actor

શોકિંગ / બીજાની ગર્લફ્રેન્ડ સાથે ફ્રેંડશિપ ભારે પડી, 25 માણસોએ ભેગા થઈને અભિનેતાને ચખાડ્યો મેથીપાક

Premal

Last Updated: 06:10 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકુમાર રાવ પોતાની કારકિર્દીના સૌથી સારા તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે. તેમની પાસે અત્યારે ફિલ્મોની લાઇન લાગી છે. પ્રશંસકો પણ તેમના અભિનયના ભરપૂર વખાણ કરે છે. પોતાની સાથેના બધા અભિનેતાઓથી રાજકુમાર ઘણા આગળ છે.

  • રાજકુમાર રાવે એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો કર્યો ખુલાસો
  • એક યુવતીના કારણે મને 25 લોકોએ ધોઈ નાખ્યો હતો
  • હું અને તે યુવતી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા 

યુવતીના કારણે મને 25 લોકોએ ધોઈ નાખ્યો: રાજકુમાર રાવ

રાજકુમારની લોકપ્રિયતા એટલી છે કે કોઈ પણ યુવતી તેમના કહેવાથી તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જશે. પરંતુ શું તમને ખબર છે કે એક યુવતીના કારણે રાજકુમાર રાવને 25 લોકોએ ધોઈ નાખ્યો હતો. આ વાતનો ખુલાસો અભિનેતાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. 

યુવતીના બોયફ્રેન્ડે સાથીદારો સાથે મળીને ખૂબ માર્યો: રાજકુમાર રાવ

જ્યારે રાજકુમાર રાવ એક ફિલ્મ સ્ટાર નહોતા તે વખતની આ વાત છે. અભિનેતા એક યુવતીને પસંદ કરતા હતા. તેમણે જણાવ્યું હતુ કે હું ગુડગાંવના મોર્ડન ફેન્સી બ્લૂ બેલ્સ સ્કૂલમાં અભ્યાસ કરવા જતો રહ્યો. આ શાળામાં મેં એક યુવતીને બાસ્કેટબોલ રમતા જોઇ. પછી અમે બંનેએ ડેટીંગ પણ શરૂ કરી. પરંતુ તે યુવતીનો પહેલાથી એક બોયફ્રેન્ડ હતો. જ્યારે યુવતીના બોયફ્રેન્ડને ખબર પડી કે હું તેની ગર્લફ્રેન્ડને ડેટ કરી રહ્યો છુ તો તે માથાભારે શખ્સોને લાવીને મને મારવા આવ્યો. 25 જાટ યુવકોએ મળીને મને ખૂબ માર્યો. 

રાજકુમાર ભારતના સૌથી ચર્ચિત અભિનેતામાંથી એક 

હાલ તો રાજકુમાર રાવ ભારતના સૌથી ચર્ચિત અભિનેતામાંથી એક છે. તેમની ફિલ્મો ચાલે ના ચાલે પરંતુ તેમના અભિનયના ખૂબ વખાણ થાય છે. કાય પો ચે થી લઇને ન્યુટન અને ટ્રેપ્ડ જેવી ફિલ્મોમાં તેમની તગડી એક્ટિંગનો નમુનો જોવા મળે છે. 11 વર્ષ સુધી અભિનેત્રી પત્રલેખાને ડેટ કર્યા બાદ લગ્ન કરી નાખ્યા.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ