બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Fraud in the name of government job in Gandhinagar complaint filed

ફ્રોડ / સરકારી નોકરીના નામે ગાંધીનગરમાં મસમોટી છેતરપિંડી, 27 લોકો પાસેથી 1.43 કરોડ પડાવી લીધા, ફરિયાદ દાખલ

Kishor

Last Updated: 04:24 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1.43 કરોડની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે.

  • ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1.43 કરોડની છેતરપિંડી
  • દિલ્લીના IAS અધિકારીના નામે શૈલેષ નામના વ્યક્તિ કરી ઠગાઈ
  • 27 જેટલા લોકો પાસેથી સરકારી નોકરી આપવાના નામે પડાવ્યાં પૈસા
  • નોકરી માટે 1 લાખથી 7 લાખ રૂપિયા લીધા હોવાનું આવ્યું સામે

ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે અને છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ભેજાબાજે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપી સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ગ 3 અને ડ્રાઈવરની નોકરી માટે આરોપી પડાવતો હતો પૈસા

નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ શૈલેષ ઠાકારે પોતે દિલ્લીનો IAS અધિકારી હોવાનં કહીને સરકારની નોકરીની લાલચ આપીને 27 જેટલા યુવાનો સાથે છેતરપીંડિ કરી ને 1.43 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીએ GPSCમાં નોકરી અપાવવાના બહારને 1.43 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

Fraud in the name of government job in Gandhinagar complaint filed

આરોપી શૈલેષ ઠાકોર સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસેને થતાં પોલીસે આરોપી શૈલેષ ઠાકોર સામે ગાંધીનગરના સેક્ટર-7માં પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ નોકરી માટે 1 લાખથી 7 લાખ રૂપિયા લીધા હોવાનું આવ્યું સામે આવ્યું છે. વર્ગ 3 અને ડ્રાઈવરની નોકરી માટે તે યુવાનો પાસેથી પૈસા પડાવતો હતો.

જે જે લોકો પાસેથી આરોપીએ પૈસા પડાવ્યા હતા તે લોકોને દોઢ વર્ષ સુધી નોકરી કે એપોઈન્ટમેન્ટ લેટર ન મળતા સમગ્ર મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આરોપી બીજુ કોઈ નહીં પણ નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ કરતો શૈલેષ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ