બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Four storey building collapses in Maharashtra's Bhiwandi 2 dead several injured

મહારાષ્ટ્ર / ભિવંડીમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, બે લોકોના મોત

Bhushita

Last Updated: 10:38 PM, 24 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડીરાત્રે બિલ્ડીંગની કોલમ હલવા લાગી અને પછી બિલ્ડિંગમાં નાસભાગ મચી ગઈ. બિલ્ડિંગ ખાલી થાય તે પહેલાં જ ચાર માળની આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ.

મહારાષ્ટ્રના ભિવંડીના શાંતિનગર વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ ઘરાશાયી થઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ સુધી આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. તો રેસ્ક્યૂ ટીમની મદદથી 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને પાસેની IGM હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 

મોડી રાત્રે બિલ્ડિંગની કોલમ હલવા લાગી હતી. તેના કારણે નાસભાગ મચી. બિલ્ડિંગ ખાલી થાય તે પહેલાં જ તે ધરાશાયી થઈ ગઈ. મહાનગરપાલિકાનો દાવો છે કે બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકો પરમિશન વિના બિલ્ડિંગમાં ફરી રહેવા લાગ્યા હતા. આ કારણે બિલ્ડિંગ ખાલી થાય તે પહેલાં જ પત્તાના મહેલની જેમ તૂટી પડી. નિગમ અધિકારી પોલિસ અને રાહત પહોંચાડનારી ગાડીઓ સ્થળ પર પહોંચી અને બચાવની કામગીરી શરૂ કરી. ઉલ્લેખનીય છે કે આ ઈમારત 6 વર્ષ પહેલાં જ બની હતી. 

ભિવંડી નગરપાલિકાના આધારે શુક્રવારે સાંજે 7-30થી 8-00 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગ હલવા લાગી હતી. 9-30 પછી ભિવંડી મહાનગર પાલિકાના કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો. ત્યારબાદ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ પહોંચી ગયા અને બિલ્ડિંગ ખાલી કરાવી. કેટલાક લોકો બિલ્ડિંગમાં પોતાનો સામાન લેવા ગયા અને બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ધરાશાયી થતાં તેઓ ફસાઈ ગયા. એનડીઆરએફ અને ફાયરબ્રિગેડના કર્મચારી ડોગ સ્કોડની મદદથી કાટમાળની નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ