બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four incidents of fire in the state came to light today

ઘટના / ગુજરાતમાં આગના ચાર બનાવ: જંગલ અને APMCમાં વધુ વિકરાળ, જુઓ ક્યાં ક્યાં બની ઘટના?

Dinesh

Last Updated: 07:34 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

fire incident: આજે જૂનાગઢ, પાલનુપર, હિંમતનગર, ઉમરગામમાં આગની ઘટના બની છે, પાલનપુર માર્કેટ યાર્ડની 10 જેટલી દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

રાજ્યમાં આગ લાગવાની આજે ચાર ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે. આજે જૂનાગઢ, પાલનુપર, હિંમતનગર, ઉમરગામમાં આગની ઘટના બની છે. જેમાં પાલનપુરમાં લાગેલી આગે ભારે માલ સમાનને નુકસાન પહોંચાડ્યું છે. 

પાલનપુર APMCની દુકાનોમાં આગ 
પાલનપુર APMCની દુકાનોમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યાર્ડની 10 જેટલી દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતા  જિલ્લા કલેક્ટર અને પોલીસવડા સહિતના અઘિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. પાલનપુર, ડીસા, ઉંઝા અને બનાસડેરી સહિતના 7 ફાયર ફાઈટર લાગ્યા કામે હતા. આગને લઈને કલેક્ટર વરૂણ બરનવાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તંત્રએ તમામ મદદ પહોંચાડી છે. તો વેપારીનું કહેવું છે કે દુકાનોમાં રાયડો,દિવેલા સહિતના અનાજનો જથ્થો હોવાથી અંદાજે બે કરોડથી વધુ નુકસાનનું અનુમાન છે.

ઉમરગામના જંગલમાં લાગી આગ
વલસાડના ઉમરગામના જંગલ વિસ્તારમાં આગની ઘટના બની હતી. ઉમરગામના મલાવ વિસ્તારમાં આવેલ ફોરેસ્ટની જગ્યામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ લાગતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. ઉમરગામ ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

હિંમતનગરમાં પણ આગનો બનાવ
સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આગ લાગવાની ઘટના બની છે. ટાવરચોક પરની દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી.  શોર્ટસર્કિટના લીધે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 

વાંચવા જેવું:  'મારુ અને મારુ પિતાનું નામ બસ નામ જણાવો' પરચીધારી બાબાને ભક્તની ચેલેન્જ, પછી જોવા જેવુ થયું

જૂનાગઢના ભેંસાણ રોડ પર આગનો બનાવ
જૂનાગઢમાં પણ અચાનક કાર સળગી ઉઠી હતી. વીજપોલ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. જો કે, સદનસીબે કારચાલકનો બચાવલ થયો છે. જણાવીએ કે, આ બનાવ ભેંસાણ રોડ પરનો છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ