બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Former MLA Mukhtar Ansari sentenced to life imprisonment in a 36 year old case, know the entire matter

BIG BREAKING / પૂર્વ MLA મુખ્તાર અંસારીને આજીવન કેદ, 36 વર્ષ જૂના કેસમાં સજા ફટકારી, જાણો સમગ્ર મામલો

Vishal Dave

Last Updated: 04:10 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા મુખ્તાર અંસારીને અત્યાર સુધી સાત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે, 29 એપ્રિલ 2023ના રોજ ગેંગસ્ટર એક્ટ હેઠળ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી..

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આર્મ્સ એક્ટ કેસમાં આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વારાણસીની એમપી એમએલએ કોર્ટે મંગળવારે મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે.

નકલી સહીઓ કરી લાયસન્સ આપવાનો આરોપ 

વર્ષ 1987માં ગાઝીપુરમાં ડબલ બેરલ બંદૂકનું લાયસન્સ મેળવતી વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓ કરીને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.


કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને  મીર હસન અટેક કેસ


19 એપ્રિલ 2009નાં કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને 24 નવેમ્બર 2009નાં મીર હસન અટેક કેસમાં મુખ્તાર અંસારીની સામે ગેંગસ્ટર કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ બંને મામલામાં મુખ્તાર અંસારીને 120 બી અંતર્ગત કાવતરું રચવાનો આરોપી ગણ્યો હતો.  જો કે પહેલા પોલીસ આ આરોપ સાબિત નહોતી કરી શકી જેના કારણે બંને કેસોમાં કોર્ટે તેને મુક્ત કર્યો હતો. પણ બાદમાં ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કોર્ટે તેને દોષી કરાર કર્યો હતો.. અને 10 વર્ષન સજા સંભળાવી હતી.. જેને લઇને તે જેલની સજા કાપી રહ્યો છે. 

આ પણ વાંચોઃ  'ડૉક્ટરોને ગિફ્ટ નહીં આપી શકે દવા કંપની', ફ્રી સેમ્પલ મુદ્દે પણ મોદી સરકાર થઈ સ્ટ્રીક, ગાઈડલાઇન જાહેર

અત્યાર સુધી સાત કેસમાં દોષિત 

તમને જણાવી દઈએ કે માફિયા મુખ્તાર અંસારીને અત્યાર સુધી સાત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેને 21 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારી કર્મચારીને ધમકાવવાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગસ્ટર એક્ટ કેસમાં, તેને 23 સપ્ટેમ્બર 2022ના રોજ બે વર્ષની જેલની સજા અને 15 ડિસેમ્બર 2022ના રોજ નોંધાયેલા ગેંગસ્ટર એક્ટ કેસમાં દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. તેને 29 એપ્રિલ 2023ના રોજ ગેંગસ્ટર એક્ટ હેઠળ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.. આલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જેલરને ધમકાવવાના કેસમાં તેને સાત વર્ષની કેદ અને પ્રખ્યાત અવધેશ રાય હત્યા કેસમાં 5 જૂન, 2023ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રૂંગટા પરિવારને 15 ડિસેમ્બર 2023ના રોજ બોમ્બની ધમકી આપવા બદલ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ