બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / former-congress-mps-seen-with-narendra-modi-in-silvassa

NULL / VIDEO: નરેન્દ્ર મોદી સાથે મંચ પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ દેખાતા માહોલ ગરમાયો

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ મોહન ડેલકર ભાજપમાં જોડાશે તેવી એક અફવાએ લાંબા સમયથી જોર પકડેલુ હતું ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલીના પ્રવાસે હતા ત્યારે મોહન ડેલકરે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે મોહન ડેલકરે આ બાબતે રદિયો આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગર સેલવાસ પાસે સાયલીમાં એક જાહેર સભાને સંબોધી હતી ત્યારે આ સભાના મંચ પર સેલવાસ સાંસદ નટુ પટેલ દમણના સાંસદ લાલુભાઇ પટેલ તેમજ વલસાડના સાંસદ K.C પટેલ પણ હાજર રહ્યા હતા. તમામ લોકોએ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે અચાનક મંચ પર દમણ-દીવનાં પૂર્વ સાંસદ  ડાહ્યાભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકર મંચ પર આવ્યા હતા. બંને કોંગ્રેસના પૂર્વ સાંસદોએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. 
 

ચર્ચા ત્યારે થઈ કે જ્યારે ડાહ્યાભાઈ તો હાલ માત્ર કોંગ્રેસના અગ્રણી છે પરંતુ મોહન ડેલકર દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રમુખ છે. ત્યારે કોંગ્રેસ તરફથી મોહન ડેલકરને દાવેદાર માનવામાં આવે છે ત્યારે અચાનક મોદીની સભામાં આગમન અને મોદીનું સ્વાગત સૂચક બન્યું હતું. 

જો કે મોહન ડેલકરે ભાજપમાં જોડાવાની બાબતને રદિયો આપ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર અફવા જ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ