બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / foot overbridge has been completed on Ahmedabad Sabarmati

નવું નજરાણું / અમદાવાદમાં જોવા મળશે એમેરિકા જેવો નજારો! આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ તૈયાર, જાણો શું છે ખાસિયત

Kishor

Last Updated: 12:10 AM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશના ઓવરબ્રિજને ટક્કર મારે તેવા જ ફૂટ ઓવરબ્રિજનું અમદાવાદની સાબરમતી નદીના કિનારે નિર્માણ થઇ ચૂક્યું છે.

  • અમદાવાદનું નવું નજરાણું
  • આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ તૈયાર 
  • રિવરફ્રન્ટ પર નવું આકર્ષણ

વિદેશની નદીઓ અને નદીઓ પરના આકર્ષણોને જોઈને કોઈપણને ફરવા જવાનું મન થઈ જાય. પરંતુ હવે તેવા આકર્ષણો જોવા માટે વિદેશ જવાની જરૂર નથી. કારણ કે, અમદાવાદ સાબરમતીના કિનારે પણ વિદેશ જેવો જ ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યા છે.

સાબરમતી પર આકર્ષક ઓવરબ્રીજ તૈયાર
રાત્રીનો જગમાગાટ અને રંગીલા શહેરમાં ફરવા જવાનું સપનું હોય અને સિંગાપુરના અવનવા બ્રીજો તમને આકર્ષિ રહ્યા હોય તો હવે લાખો રૂપિયા ખર્ચીને સિંગાપુર જવાની જરૂર નથી. કારણ કે, આપણા અમદાવાદમાં સાબરમતી નદી પર પણ આવો જ આકર્ષક અને રંગબેરંગી ફૂટ ઓવરબ્રીજ તૈયાર થઈ ચૂક્યો છે. જેનું આગમી મહિને પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન પણ કરી શકે છે અને આ બ્રીજ પર અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વમાંથી આવતા પર્યટકો ફરવાની મજા માણી શકે છે. 

અમદાવાદમાં આકાર પામ્યો અટલ બ્રિજ 
દૂરથી જોતા જ તેને નજીકથી જોવાનું મન થઈ જાય અને નજીક પહોંચતા જ ત્યાંથી દૂર જવાનું મન નહીં થાય. કારણ કે, બ્રિજનું સ્ટ્રક્ટર એવી રીતે તૈયાર કરાયું છે કે, લોકોને ગમે ત્યાંથી ખેંચી લાવે. આ સુંદર ફૂટ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે અને હાલ 95 ટકા કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. 

શું છે બ્રિજની ખાસિયત ?
બ્રિજની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો બ્રિજ પર પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ લગવવામાં આવી છે. આ સિવાય બ્રિજ પર ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરાયું છે અને વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર તેમજ 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા, તેમજ ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરીગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરીંગ લગાવાયું છે. તો રાત્રીના જગમગાટ માટે કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ લગાવાઈ છે. આમ આ બ્રિજનો રાત્રીનો નજારો ખુબ આકર્ષક હશે. 

પ્રધાનમંત્રી મોદી કરી શકે છે ઉદ્ઘાટન 
હાલ તો 300 મીટર લાંબો આ આઇકોનિક બ્રિજ ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યો છે. ત્યારે આગામી મહિને પ્રધામંત્રી મોદી ઉદ્ઘાટન કરશે તેવી ચર્ચા છે.. અને ત્યાર પછી જ બ્રીજને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. જો તમે પણ વેકેશનમાં અમદાવાદ ફરવા આવવાનું વિચારી રહ્યા છો અથવા અમદાવાદમાં રહો છો. તો પરિવાર સાથે ચોક્કસથી ફરવા માટે જઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ