ઘરમાં ચંપલ મુકવાનાં ખાનામાંથી ગંદી વાસ આવતી હોય છે. લોકો તે વાસથી રાહત મેળવવા માટે લોકો અવનવા નુસખા કરતા હોય છે. પરંતું આ તમામ વસ્તુનો ઉપયોગ કર્યા વગર તમે નેચરલ વસ્તુથી પણ આ વાસથી છુટકારો મેળવી શકો.
શું ઘરમાં ચંપલ મુકવાનાં ખાનામાંથી આવે છે વાસ
વાસથી છૂટકારો મેળવવા લોકો સ્પ્રે નાંખતા હોય છે
સ્પ્રે કે પરફ્યુમનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે મેળવશો વાસથી છુટકારો
ચંપલમાંથી હંમેશાં પરસેવાની વાસ આવતી હોય છે. પરસેવાની વાસના કારણે અનેક વાર શૂ રેકમાંથી ગંદી વાસ આવતી હોય છે. એવામાં અનેક લોકો વાસમાંથી છુટકારો મેળવવા માટે સ્પ્રે નાખતા હોય છે, જોકે તમે નેચરલ વસ્તુઓની મદદથી મિનિટોમાં શૂ રેકમાંથી આવતી વાસને દૂર કરી શકો છો. શૂ રેકને સ્મેલ ફ્રી કરવા માટે તમે રૂમ ફ્રેશનર, પરફ્યૂમ અને સ્પ્રેનો ઉપયોગ કર્યા વગર આ નેચરલ વસ્તુઓથી વાસને દૂર કરી શકો છો તો જાણો શૂ રેકમાંથી આવતી વાસમાંથી કેવી રીતે છુટકારો મેળવશો.
ફાઈલ ફોટો
ટી બેગથી શૂ રેકમાંથી આવતી વાસને સરળતાથી દૂર કરી શકશો
ચા પીધા પછી મોટા ભાગના લોકો ટી બેગને ખરાબ સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ તમે ટી બેગથી શૂ રેકમાંથી આવતી વાસને સરળતાથી દૂર કરી શકો છો. ટી બેગ એક બેસ્ટ ઓપ્શન છે.
અમુક ફળોની છાલનો ઉપયોગ કરીને પણ વાસને દૂર કરી શકો છો
શૂ રેકમાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે લીંબુ અને સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો. સંતરાની છાલ અને લીંબુ તમને સરળતાથી ઘરમાં મળી રહે છે. આ માટે તમે લીંબુની છાલ અને સંતરાની છાલને ફેંકશો નહીં. આ છાલની મદદથી તમે શૂ રેકની વાસને સરળતાથી દૂર કરી શકો છો.
શૂ રેકમાંથી વાસ ન આવે તે માટે બેકિંગ સોડા તેમજ સરકાનો પણ ઉપયોગ કરી શકો છો
તમારા ચંપલના ખાનામાંથી બહુ વાસ આવે છે તો તમે બેકિંગ સોડા અને સરકાની મદદ લઇ શકો છો. આ માટે બેકિંગ સોડા-સરકાને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. પછી શૂ રેકને સાફ કપડાથી લૂછી લો. તમે અઠવાડિયામાં ત્રણ વાર આ રીતે લૂછી લેશો તો શૂ રેકમાંથી વાસ નહીં આવે.