બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / fire department notice to 3 buildings of surat civil campus on fire safety

કાર્યવાહી / સુરત સિવિલની ત્રણ બિલ્ડિંગને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ, રોજનાં 2000 દર્દીઓ સારવાર લે છે પણ બેઝિક સુવિધાઓનો અભાવ

Dhruv

Last Updated: 10:35 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે ફાયર વિભાગ એક્શનમાં આવતા ત્રણ બિલ્ડિંગોને નોટિસ.

  • સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગોને ફાયર વિભાગની નોટિસ
  • સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
  • રોજના બે હજારથી વધુ દર્દીઓ અહીં આવે છે સારવાર માટે

સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. સિવિલની જૂની બિલ્ડિંગ, કિડની બિલ્ડિંગ અને કોવિડ હોસ્પિટલ બિલ્ડિંગને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારાઇ છે.

 

હોસ્પિટલમાં ICUમાં આગ અવરોધક પડદા, બેડશીટની સુવિધા તેમજ સિલિંગ યોગ્ય ન હોવાથી ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગમાં દૈનિક 2 હજારથી વધુ લોકો સારવાર અર્થે આવે છે. દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખી ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મ્યુનિ.ના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે, સિવિલના આઈ.સી.યુમાં આગ અવરોધક પરદા, બેડસીટ, સિલિંગ એટલે કે છત સહિતનું યોગ્ય હોવું જોઈએ. સિવિલની તમામ બિલ્ડિંગમાં એ.સી, વીજળીના ઉપકરણ તથા વેન્ટિલેટર, ફિલ્ટર સહિતના ઇલેક્ટ્રીક સાધનોનું નિયમિત મેઇન્ટેનન્સ કરવાનું હોય છે અને તેનો રિપોર્ટ સિવિલ તંત્રએ ફાયર વિભાગની  રજૂ કરવાનો રહેશે. આગ નહી લાગે અને યોગ્ય રીતે સાવચેતી રાખવા માટે સિવિલની ત્રણેય બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ