બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Film buffs will be interested! There will be no loss of entertainment in July, so many films are going to be released

મનોરંજન / ફિલ્મી રસિયાને રસ પડશે ! જુલાઈમાં નહીં પડે મનોરંજનની ખોટ, આટલી ફિલ્મો થવાની છે રિલિઝ

Vishal Khamar

Last Updated: 11:50 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈમાં રિલીઝ માટે ઘણી મોટી ફિલ્મો તૈયાર છે. કરણ જોહરની રોકી અને રાનીની લવ સ્ટોરી જોઈ શકશે. આ સિવાય આ મહિનામાં 72 હ્યુરોન્સ પણ આવશે. આ અહેવાલમાં જુઓ આવનારી ફિલ્મોની યાદી.

  • આ મહિને ઘણા મોટા બજેટ અને બહુ રાહ જોવાતી ફિલ્મો રિલીઝ થશે
  • ફિલ્સ OTT  પ્લેટફોર્મ પર આવશે અને કેટલીક ફિલ્મો થીયેટરમાં જોઈ શકાશે
  • કરણ જોહરની રોકી અને રાનીની લવ સ્ટોરી પણ થશે રીલીઝ

 જુલાઈ મહિનો મનોરંજનથી ભરેલો રહેવાનો છે. આ મહિને ઘણા મોટા બજેટ અને બહુ રાહ જોવાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. કેટલીક ફિલ્મો થિયેટરમાં આવશે અને કેટલીક OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે. મેકર્સ તેમની ફિલ્મોને લઈને તૈયાર છે. બાકીના દર્શકો નક્કી કરશે કે તેમને કઈ ફિલ્મ પસંદ આવી અને કઈ ફિલ્મ પસંદ ન આવી.. કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' મોટા પડદા પર દસ્તક આપશે. આ સિવાય જાહ્નવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ પણ આવશે, જેને તમે એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકશો. આ અહેવાલમાં અમે આખા મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો વિશે જણાવીએ છીએ.

1. તરલા
ફિલ્મ 'તરલા'માં હુમા કુરેશી લીડ રોલમાં છે. તેમના સિવાય શરીબ હાશમી પણ છે. આ ફિલ્મ દિવંગત સેલિબ્રિટી શેફ તરલા દલાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ઝી 5 પર 7 જુલાઈએ સ્ટ્રીમ થશે. તેનું નિર્દેશન પિયુષ ગુપ્તાએ કર્યું છે.

2.  '72 હુરે
ફિલ્મ '72 હુરેં' ટીઝર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં પવન મલ્હોત્રા અને આમિર બશીર છે. આ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં આવશે.

3. નિયત
વિદ્યા બાલન, રામ કપૂર, રાહુલ બોસ, નીરજ કબી, સુહાના ગોસ્વામી અને શશાંક અરોરા સ્ટારર ફિલ્મ 'નિયત' 7 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે. અનુ મેનન દ્વારા નિર્દેશિત આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન એક ડિટેક્ટીવની ભૂમિકામાં છે.

4. બ્લાઈન્ડ
લાંબા સમય બાદ સોનમ કપૂરની ફિલ્મ આવી રહી છે. 'બ્લાઈન્ડ' 7 જુલાઈએ jio સિનેમા પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન શોમ માખીજાએ કર્યું છે. સોનમ ઉપરાંત તેમાં પુરબ કોહલી પણ મુખ્ય ભૂમિકામાં છે.

5. અજમેર 92
ફિલ્મ 'અજમેર 92' એક કૌભાંડ પર આધારિત છે. તેનું નિર્દેશન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે. આ ફિલ્મમાં કરણ વર્મા, સુમિત સિંહ, રાજેશ શર્મા, મનોજ જોશી અને આકાશ દહિયા છે. તે 14 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

6. રોકી અને રાનીની લવ સ્ટોરી
કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' 28 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર, શબાના આઝમી, આમિર બશીર અને નમિત દાસ સહિતના કલાકારો છે.

7. બવાલ
જાહ્નવી કપૂર અને વરુણ ધવન પહેલીવાર 'બવાલ'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ જુલાઈ મહિનામાં પ્રાઈમ વિડિયો પર આવશે. તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ