બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / fierce brawl between police and MLA over DJ in Valsad

વલસાડ / DJ સાથે વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈ જતાં હતા ભક્તો, પોલીસે કર્યું એવું કામ કે ધારાસભ્ય સાથે થઈ બબાલ

Dhruv

Last Updated: 10:29 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગણપતિની મૂર્તિને લઈ જતા પોલીસે ડીજેને બંધ કરાવતા વિવાદ સર્જાયો હતો.

  • વલસાડમાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી
  • ગણપતિની મૂર્તિ લઈ જતા ડીજેને બંધ કરાવતા વિવાદ
  • મામલો ગરમાતા MLA ભરત પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા

હવે ગણેશચતુર્થી નજીક આવી રહી છે ત્યારે સૌ કોઇ ભગવાન ગણેશજીની મૂર્તિ વાજતે-ગાજતે પોતાના ઘરે લઇ જશે. ત્યારે વલસાડના તિથલ રોડ પર ભક્તો વાજતે-ગાજતે ગણપતિની મૂર્તિ લઇ જતા હતા. એ દરમ્યાન પોલીસે ડીજે બંધ કરાવવા જતા વિવાદ સર્જાયો હતો.

મામલો બીચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

પોલીસે જે-તે ઘટનાસ્થળેથી લેપટોપ સહિતની સામગ્રી લઇ લેતા બબાલ થઇ હતી. જો કે, મામલો વધારે ઉગ્ર બનતા ધારાસભ્ય ભરત પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આથી, આ સમગ્ર મામલે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મામલો વધારે બીચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે જઇને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

પોલીસના અધિકારીઓએ ફોન ન ઉપાડતા ખુદ MLA ઘટનાસ્થળે પહોંચ્યા

તિથલ રોડ પરથી જ્યારે ગણેશભક્તો વાજતે-ગાજતે ભગવાન ગણેશજીની મૂર્તિ લઇને જઇ રહ્યાં હતા એ દરમ્યાન પોલીસના ડી-સ્ટાફ વિભાગના માણસોએ તેઓના રોક્યા હતા. તેઓનું લેપટોપ પણ જપ્ત કરી લીધું હતું તેમજ ડીજે પણ બંધ કરાવી દીધું હતું. આથી, આ ભક્તોએ વલસાડના ધારાસભ્યને ફોન કર્યો હતો પરંતુ પોલીસના અધિકારીઓએ તેઓનો ફોન ન ઉપાડતા ખુદ ધારાસભ્ય ભરત પટેલ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આથી, પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી બાદમાં આ બોલાચાલીની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ને બાદમાં સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ