બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Fast bowler Ishant Sharmas statement on ICC World Cup 2023

ICC World Cup 2023 / ટીમ ઈન્ડીયાએ કરી લીધું આવું તો 2023નો વર્લ્ડ આપણો' ઈશાંત શર્માએ કરી 100 ટચની વાત

Kishor

Last Updated: 10:50 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC વર્લ્ડ કપ 2023 મા જીતનું સમ્રાજ્ય સ્થાપવા માટે ટીમ ઇન્ડિયા પાસે મોકો છે. ત્યારે ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું નિવેદન સામે આવ્યું છે.

  • ICC વર્લ્ડ કપ 2023 ને લઈ લોકોમાં જબરો ઉત્સાહ
  • ભારતે જ વર્લ્ડ કપની યજમાની કરી
  • ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું નિવેદન 

ભારતમાં 5 ઓક્ટોબરથી ICC વર્લ્ડ કપ 2023  શરૂ થવા જઇ રહ્યો છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓ માટે મોટા અવસર જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લે ભારતે જ વર્લ્ડ કપની યજમાની કરી હતી અને ટાઈટલ પણ પોતાને નામ કર્યું હતું.2011ના વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ સતત બે વખત વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. 2011ના કપની આ સિદ્ધિ ભારતે જ્યારે મેળવી ત્યાં સુધી ભારત પહેલાં, અન્ય કોઈ ટીમે તેના હોસ્ટિંગમાં વર્લ્ડ કપમાં જીત મેળવી ન હતી. બાદમાં ઓસ્ટ્રેલિયાએ 2015નો વર્લ્ડ કપ જીત્યો અને ઈંગ્લેન્ડે તેની યજમાનીમાં 2019ના વર્લ્ડ કપમાં પર પોતાની જીત સ્થાપી હતી. ત્યારે તાજેતરમાં યોજાનારા  ICC વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું નિવેદન સામે આવ્યું છે.

ટીમ ઈન્ડીયાને લઈને આવ્યું મોટું અપડેટ, પહેલી વનડેમાં કેપ્ટન નહીં હોય રોહિત,  આ ખેલાડીને તક I rohit sharma will not be a captain of first one day match  in mumbai

ઘરેલુ ગ્રાઉન્ડના અનુભવનો ફાયદો થશે

જિયો સિનેમાના શો હોમ ઑફ હીરોઝમાં સિનિયર ખેલાડી ઈશાંત શર્મા સહભાગી બન્યા હતા. આ દરમિયાન ઈશાંત શર્માને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં ટાઈટલની દાવેદાર છે? આના પર ઈશાંતે જવાબ આપ્યો, 'મને લાગે છે કે આ વખતે ઈન્ડિયા પાસે સુવર્ણ તક છે. ઘરેલુ ગ્રાઉન્ડના અનુભવનો ફાયદો થશે. 

બસ આટલું જ સપનું છે', રોહિત શર્માએ કરી 'મન કી બાત', કેપ્ટનન્સી છોડતા પહેલા  આ મેળવવા માગે છે / Rohit Sharma roared ahead of the WTC final, saying  something like this about

2011માં ઓસ્ટ્રેલિયા સામે તાકાતથી  રમ્યા
બીજી બાજુ જોરદાર ટિમો સાથે રમવાનું હોવા છતા પુરી ક્ષમતા લગાવવી! 2011માં ઓસ્ટ્રેલિયા સામે તાકાતથી  રમ્યા હતા અને ટીમ ઈન્ડિયા તેની પૂરી ક્ષમતાના દર્શન કરાવી જીત મેળવી. જો આ વખતે પણ ટીમ ઈન્ડિયા પોતાની પૂરી તાકાતથી રમે તો જીતના ચાન્સ પુરેપુરા છે. મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં બે વખત વર્લ્ડ કપ જીતી ચૂકી છે. જેમાં કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ 1983  અને મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ 2011માં ચેમ્પિયનશિપ બનવાનું સાકાર થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ