બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are facing huge difficulty at procurement centers

ખેડૂત / 'ટેકા' માટે સંઘર્ષ! ખરીદ કેન્દ્રો પર ખેડૂતો કરી રહ્યાં છે આવી હાલાંકીનો સામનો

vtvAdmin

Last Updated: 08:34 PM, 2 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભૂતકાળમાં ખૂબ ગાજેલો ટેકાનાં ભાવે ખરીદીનો મુદ્દો ફરી પાછો કૃષિ માર્કેટમાં તાજો થઈ રહ્યો છે. હવે ચણાની ખરીદીમાં થતી ગોલમાલનો મામલો ગરમાયો છે. ચણા વેચાવા આવતાં ખેડૂતોને એપીએમસીમાં નથી તો સુવિધા મળી રહી કે નથી અધિકારીઓનો સહયોગ સાંપડી રહ્યો. ત્યારે ખેડૂતોને કેવી હાલાંકી વેઠવી પડે છે તે જોવાં જેવી છે.

રાજ્યમાં ખૂબ ગાજેલો ટેકાની ખરીદીનો મામલો હવે ફરી પાછો લોકસભા ચૂંટણી સાથો સૌરાષ્ટ્રનાં બજારોમાં ગાજી રહ્યો છે. જૂનાગઢનાં વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાંનો આક્ષેપ થઈ રહ્યો છે. ટેકાનાં ભાવે ચણાની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાંની ખેડૂતવર્ગમાંથી વ્યાપક ફરિયાદ ઊભી થઈ રહી છે.

ખેડૂતોનો એવો આક્ષેપ છે કે, મળતીયાઓનાં 400 ફોર્મ સ્વીકારવામાં આવ્યાં છે. જ્યારે દૂરનાં ગામડાંઓમાંથી આવતાં ખેડૂતોને માત્ર ટોકન મેળવવા માટે આખી આખી રાત માર્કેટ યાર્ડનાં કેમ્પસમાં ઉજાગરા વેઠતા લાઈનબદ્ધ બેસી રહેવું પડે છે. પરંતુ તેમને ટોકન મળતા નથી. ટોકન મળતિયાઓને આપી દેવામાં આવે છે. ક્યાંક ટોકન મળે છે તો અધિકારીઓ સમયસર કેન્દ્ર પર આવતાં નથી.

જૂનાગઢનાં માળીયા હટીનામાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે. પરંતુ ખરીદ કેન્દ્રો પર ભારે અંધાધૂંધી સર્જાઈ રહી છે. ક્યાંક ખેડૂતોએ કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડી રહ્યું છે તો ક્યાંક ખેડૂતોનાં ધૈર્યની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. કેમ કે, સોમવાર સાંજથી ખેડૂતો માલ લઈને બોર્ડ નિગમનાં કેન્દ્ર પર ઉમટ્યાં હતાં પરંતુ ખરીદી માટે અધિકારીઓ પહોંચ્યાં ન હતાં. તંત્રની નિરસતાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવાં મળી છે.

માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ચણાની ખરીદી કરવાની ના પાડવામાં આવતાં ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો. કેમ કે, વહેલી સવારથી ખેડૂતોને લાઇનમાં ઉભા રાખવામાં આવ્યાં છે. પરંતુ અધિકારીઓએ ખરીદી પ્રક્રિયા બીજા દિવસ પર મુલતવી રાખતાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો.

જો કે, બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હસ્તક્ષેપ કરવાની જરૂર પડી હતી. તો બીજી તરફ રાતે 2 વાગ્યાથી ઓનલાઈન નોંધણી માટે લાઈનમાં ઉભેલા ખેડૂતોની નોંધણીની જગ્યા એકાએક બદલાઈ ગઈ હતી. આથી રોષે ભરાયેલાં ખેડૂતોએ સરકારી ગોડાઉનમાં હોબાળો કર્યો હતો.

ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે કૃષિ ઉત્પાદનની ખરીદીની જાહેરાત કરીને સરકાર ભલે તેનો ચૂંટણીમાં આડકતરી રીતે લાભ મેળવવાનાં સપના સેવતી હોય પરંતુ મોટા ભાગનાં ટેકાનાં ભાવે ખરીદી કરતાં ખરીદ કેન્દ્રો પર ખેડૂતોને માત્ર મુસીબત જ નહીં. માત્ર હાલાકી જ નહીં. પરંતુ ભ્રષ્ટાચારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચૂંટણી નજીક છે તેવાં સમયે સરકારે નુકસાનીથી બચવા માટે ખેડૂતોની હાલાંકી હળવી કરવા પ્રયાસ કરવો જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ