બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Farmers are disappointed in Gujarat for not getting affordable price of wheat

પડતા પર પાટું / ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ગુજરાતમાં ખેડૂતો નિરાશ, વ્યથા ઠાલવતા કહ્યું 'ખર્ચ જેટલી પણ કિંમત નથી મળતી'

Malay

Last Updated: 11:33 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી. ખેડૂતોએ કહ્યું કે, ખર્ચ જેટલી પણ કિંમત નથી મળતી, 500થી 700 રૂપિયા ભાવ મળે તો પોષણક્ષમ ભાવ મળ્યા કહેવાય.

  • કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
  • ખેડૂતોને ઘઉંમાં નથી મળતા પોષણક્ષમ ભાવ઼
  • સાણંદ APMCમાં 250થી 500 રૂપિયાના ભાવે ઘઉંની ખરીદી

એક તરફ રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો બીજી બાજુ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. વર્તમાન સમયમાં બજારમાં ઘઉંની કિંમત વધુ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા.

ખેડૂતોએ VTV NEWS સમક્ષ પોતાની વ્યથા ઠાલવી 
આજે વહેલી સવારથી ખેડૂતો પોતાનો ઘઉં લઈને સાણંદ માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા છે. સાણંદ APMC ખાતે હરાજીમાં ઘઉંના 250થી 500 રૂપિયાના ભાવ બોલાયા હતા. ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ VTV NEWS સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. 

ખર્ચ જેટલી પણ નથી મળતી કિંમતઃ ખેડૂતો
ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઘઉંમાં કરેલા ખર્ચ જેટલી પણ કિંમત નથી મળતી. એક વિઘામાં ઘઉંનું ઉત્પાદન કરવા માટે 6થી 7 હજારનો ખર્ચ કરવો પડે છે. ખર્ચ સામે માત્ર 4થી 5 હજાર રૂપિયા મળે છે. 500 રૂપિયાથી હરાજી શરૂ થાય તો ખેડૂતોને વળતર મળે. ખેડૂતોએ જણાવ્યું કે, 500થી 700 રૂપિયા ભાવ મળે તો પોષણક્ષમ ભાવ મળ્યા કહેવાય.

બિયારણ પણ મોંઘા મળી રહ્યા છેઃ ખેડૂતો
ખેડૂતોએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું છે. ઘઉં પલળી ગયા હોવાથી પાક ઓછો આવ્યો છે.  વિઘે 15થી 20 મણ ઘઉં આવે છે. એમાં પલળેલા ઘઉંના મણના 250થી 300 રૂપિયા ભાવ મળે તો આમાં શું વળે?. માર્કેટમાં  હાલ પલળેલા ઘઉં 250થી 300 રૂપિયા અને બીજા ઘઉં 500 રૂપિયા સુધીમાં ખરીદી થાય છે. આ ભાવ ખેડૂતોને પોષાય તેમ નથી.  અત્યારે બિયારણ પણ મોંઘા મળી રહ્યા છે.

ઊંચા ભાવ આપીને કરી રહ્યા છીએ ખરીદીઃ વેપારીઓ
એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે અમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો  બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે ઊંચા ભાવ આપીને અમે ખરીદી કરી રહ્યા છીએ.  વેપારીઓએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે,  ગયા વખત કરતા આ વખતે ઘઉંના મણે 100-100 રૂપિયા ઊંચા છે.  હલકા પલળી ગયેલા ઘઉંના ભાવ નીચા છે. ગઈકાલે 711 રૂપિયાએ ભાવ પહોંચ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ