બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / facing a financial emergency should you take a gold loan or personal loan

બિઝનેસ ટિપ્સ / આર્થિક તંગી પડી રહી છે? તો ગોલ્ડ કે પર્સનલ લોન, જાણો તમારી જરૂરિયાત માટે કયો વિકલ્પ છે સૌથી બેસ્ટ

Manisha Jogi

Last Updated: 11:54 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્સનલ લોન અને ગોલ્ડ લોન. ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને સિક્કા પરથી ગોલ્ડ લોન મળી શકે છે. ઈમરજન્સીની પરિસ્થિતિમાં ગોલ્ડ લોન લેવી જોઈએ કે પર્સનલ લોન તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • પર્સનલ લોન લેવી જોઈએ કે ગોલ્ડ લોન?
  • આ લોનનો વ્યાજદર કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
  • પર્સનલ લોન અને ગોલ્ડ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે?

એકાએક પૈસાની જરૂર ઊભી થાય તો સૌથી પહેલા બે જ ઓપ્શન હોય છે; પર્સનલ લોન અને ગોલ્ડ લોન. ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને સિક્કા પરથી ગોલ્ડ લોન મળી શકે છે. ઈમરજન્સીની પરિસ્થિતિમાં ગોલ્ડ લોન લેવી જોઈએ કે પર્સનલ લોન તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ગોલ્ડ લોન અને પર્સનલ લોન
ગોલ્ડ લોન એક પ્રકારની સિક્યોર લોન હોય છે. નોન બેન્કિંગ ફાઈનાન્શિયસ કંપની લોનના બદલામાં સોનાના ઘરેણા કોલેટ્રલ તરીકે રાખે છે. પર્સનલ લોન અનસિક્યોર લોન હોય છે. જેમાં વ્યક્તિ બેન્ક અથવા અન્ય ફાઈનાન્શિયલ સંસ્થા પાસેથી અલગ અલગ ખર્ચાઓ માટે લઈ શકે છે. સિક્યોર લોનની સરખામણીએ પર્સનલ લોન માટે કોલેટ્રલની જરૂર રહેતી નથી. પર્સનલ લોન માટે ઘર થવા કાર જેવી સંપત્તિ ગીરવે રાખવી પડી નથી. બેન્ક લોન આપતા પહેલા ગ્રાહકની શાખ અને આવકનું મૂલ્યાંકન કરે છે. 

લોનની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. 
આ બંને લોન લેવા માટેની લિમિટ અલગ અલગ હોય છે. ગોલ્ડ લોન લેવા માટે કોલેટ્રલ તરીકે રાખવામાં આવેલ સોનાની વેલ્યૂ અને પ્યૂરિટીના આધાર પર લોનની રકમ નક્કી કરવામાં આવે છે. RBIના ડાયરેક્ટિવ અનુસાર ગોલ્ડ લોન હેઠળ મહત્તમ 75 ટકા લોન આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન આ મહત્તમ લોનની રકમ 75 ટકામાંથી 90 ટકા કરવામાં આવી હતી. 1 લાખ રૂપિયાનું સોનું ગીરવે રાખવામાં આવે તો તમને 75,000 રૂપિયા આપવામાં આવશે. પર્સનલ લોન મામલે લોનની રકમ 20,000 રૂપિયાથી 1 કરોડ હોઈ શકે છે. ક્રેડિટ સ્કોર તથા રિપેમેંટ કેપેસિટીનું આકલન કર્યા પછી લોનની રકમ નક્કી કરવામાં આવે છે. 

લોનનો સમયગાળો કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
ગોલ્ડ લોન ઓછા સમય માટે આપવામાં આવે છે. જે 6 મહિનાથી 48 મહિના સુધીની હોઈ શકે છે. પર્સનલ લોન ચૂકવવા માટે વધુ સમય આપવામાં આવે છે. બેન્કમાંથી પર્સનલ લોન લેવામાં આવે તો 12 મહિનાથી 72 મહિના સુધીનો રિપેમેન્ટ પીરિયડ મળી શકે છે. કોઈ બેન્ક 7 વર્ષ માટે પણ પર્સનલ લોન આપે છે. 

વ્યાજદર
ગોલ્ડ લોન પર 9થી 27 ટકા વ્યાજ વસૂલવામાં આવી શકે છે. LTV રેશો, લોનનો સમય, લોનની રકમ તથા અન્ય પેરામીટર્સ પર વિચાર કર્યા પછી વ્યાજદર નક્કી કરવામાં આવે છે. પર્સનલ લોન પર 10.5 ટકાથી અને 24 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો ઓછા વ્યાજદરે પણ પર્સનલ લોન મળી શકે છે. 

ફોરક્લોઝર ચાર્જ
નક્કી કરેલ સમય પહેલા લોન ચૂકવી દેવામાં આવે તો તેને ફોરક્લોઝર કહેવામાં આવે છે. નિયમો અને શરતોના આધાર પર ફોરક્લોઝર ચાર્જ નક્કી કરવામાં આવે છે. ગોલ્ડ લોન માટે સામાન્ય રીતે ફોરક્લોઝર ચાર્જ લોન રાશિની 1-2% હોઈ શકે છે. કેટલાક ઉધારદાતા ફોરક્લોઝર ચાર્જ લેતા નથી. સમય પૂરો થયા પહેલા પર્સનલ લોન બંધ કરવા માંગો છો તો કેટલાક ઉધારદાતા ફોરક્લોઝર ચાર્જ લઈ શકે છે. જે બેન્કના નિયમ અને શરત પર આધારિત રહે છે. પહેલી EMIની ચૂકવણી કર્યા પછી પર્સનલ લોન બંધ કરવામાં આવે તો પર્સનલ લોન માટે ફોરક્લોઝર ચાર્જ લોનની રકમના 3% હોઈ શકે છે. 

ગોલ્ડ લોન લેવી જોઈએ કે પર્સનલ લોન?
ઈમરજન્સી પરિસ્થિતિમાં ગોલ્ડ લોન અને પર્સનલ લોન બંને લઈ શકાય છે. જરૂરિયાતના આધાર પર કઈ લોન લેવી તે નક્કી કરવામાં આવે છે. ગોલ્ડ લોન લઈ શકાય તેમ ના હોય તો પર્સનલ લોન લઈ શકાય છે. ગોલ્ડ લોનની પરિસ્થિતિમાં ઓછા ડોક્યુમેન્ટની જરૂર હોય છે અને તાત્કાલિક પ્રદાન કરવામાં આવે છે. પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોન તાત્કાલિક મેળવી શકાય છે. ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો પર્સનલ લોન મેળવવી તે મુશ્કેલ કામ છે. પર્સનલ લોન મળી જાય તો વધુ વ્યાજ વસૂલવામાં આવે છે. ગોલ્ડ લોન એપ્લિકેશન પર ક્રેડિટ સ્કોરની અસર થતી નથી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ