બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Explanation of GUVNL regarding power cuts in industries, No power cuts have been imposed on industrial units

ગુજરાત / GUVNLની સ્પષ્ટતા : ઉદ્યોગોમાં વીજકાપ નથી કર્યો, અલગ-અલગ દિવસે રજા પાળે તો ગ્રીડ સંતુલન થાય તેવી સલાહ આપી

Vishnu

Last Updated: 06:27 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગોમાં વીજકાપને લઇ GUVNLની સ્પષ્ટતા, ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડે તો ગ્રીડ સંતુલન જળવાઈ રહેશે તેથી  કોઇ પણ વીજકાપ મુકાયો નથી

  • ઉદ્યોગોમાં વીજકાપને લઇ GUVNLની સ્પષ્ટતા
  • ઔધોગિક એકમોમાં કોઇ પણ વીજકાપ મુકાયો નથી
  • ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડે તો ગ્રીડ સંતુલન જળવાઇ રહે

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેતી માટે મળતી વીજળીમાં કાપ મુકાયો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તેવામાં ખેડૂતોને પુરતી વીજળી મળે તેવી તીવ્ર માગ ઉઠી હતી અને મોટા પાયે જિલ્લે ખેડૂતોએ વીજકાપને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી અને રસ્તા પર ઉતરી ગયા હતા. જેણે લઈ  ઉદ્યોગોના વીજકાપ કરવાની માગણી પણ વિપક્ષ અને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આથી સરકારે હવે આયોજન બધ્ધ રીતે વીજળી સંકટને પહોંચી વળવા આયોજન કર્યું છે. 

GUVNLએ શું કરી સ્પષ્ટતા?
ઉદ્યોગોમાં વીજકાપને લઇ ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડે (GUVNL)એ  સ્પષ્ટતા કરી છે કે ઔધોગિક એકમોમાં કોઇ પણ વીજકાપ મુકાયો નથી ઔધોગિક એકમોમાં રવિવારે રજા પાળવામાં આવે છે જેથી રવિવારે વીજ લોડ ઓછો રહે છે પણ તે એક સામટો હોય છે જેથી હવે GUVNLએ નક્કી કર્યું છે કે ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડે તો ગ્રીડ સંતુલન જળવાઇ રહે એ માટે કાલે થયેલી જાહેરાત વીજકાપ નહીં પણ વાર પ્રમાણે ઉદ્યોગોને વીજળી નહીં મળે તેની જાહેરાત હતી. એટલે કે ઉદ્યોગો પર વીજકાપ મૂકવામાં આવ્યો નથી ફક્ત વાર પ્રમાણે આયોજન કરી તેને મેન્ટેઈન કરવામાં આવી છે.

ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડશે જેથી ગ્રીડ સંતુલન જળવાઇ રહે તે માટે નીચે મુજબના વાર પ્રમાણે ઉદ્યોગોને વીજળી નહીં મળે આનો સીધો અર્થે એ થાય છે કે આયોજન કરી સપ્તાહના વાર પ્રમાણે ઉદ્યોગો જાતે જ રજા પાડશે જેથી તે વીજળી બચી શકે..

  • સોમવાર= ગાંધીનગર, નવસારી, વલસાડ
  • મંગળવાર= અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી
  • બુધવાર= રાજકોટ અને મોરબી
  • ગુરુવાર= મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર અને ડાંગ
  • શુક્રવાર= ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા
  • શનિવાર= કચ્છ
  • રવિવાર= પાટણ, વડોદરા, આણંદ, સુરત, તાપી, છોટાઉદેપુર

ગુજરાત ઊર્જા વિકાસ નિગમના નિર્ણય મુજબ આવતીકાલ રવિવારે વડોદરા શહેર-જિલ્લાના ઉદ્યોગોમાં રજા પાડવામાં આવશે. જેથી  ઉદ્યોગો એક દિવસ બંધ રાખવામાં આવશે. 70 હજાર ઉદ્યોગોની વીજળી બચાવી ખેડૂતોને પડતી વીજ મુશ્કેલી હાલ પૂરતી નિવારમાં આવશે.આવતીકાલે રવિવારે પાટણ, વડોદરા, આણંદ, સુરત, તાપી, છોટાઉદેપુરમાં ઉદ્યોગોમાં રજા રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ