બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Even before the release of Veer Savarkar, Randeep Hooda hit the producers with a notice

વિવાદ / વધુ એક બોલિવૂડ ફિલ્મને લઈને મોટો વિવાદ: વીર સાવરકરની રીલીઝ પહેલા જ રણદીપ હુડ્ડાએ નિર્માતાઓને ફટકારી નોટિસ, જાણો શું છે વિવાદ

Priyakant

Last Updated: 04:47 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swatantrya Veer Savarkar News: રણદીપે બાકીના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલતાં ફિલ્મને લઈને છેલ્લા દિવસે વિવાદ,  નિર્માતાઓએ રણદીપના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે.....

  • રણદીપ હુડ્ડા તેની આગામી ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર' માટે ચર્ચામાં 
  • રણદીપે નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલતાં વિવાદ ઊભો થયો
  • નોટિસમાં ફિલ્મના બૌદ્ધિક સંપદા અધિકારોની સંપૂર્ણ માલિકીનો દાવો 

રણદીપ હુડ્ડા તેની આગામી ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર' માટે લાંબા સમયથી ચર્ચામાં છે. સંદીપ સિંહ, આનંદ પંડિત, સેમ ખાન અને યોગેશ રહર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણદીપ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અભિનય ઉપરાંત રણદીપ નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ કામ કરી રહ્યો છે. આ તરફ હવે રણદીપે બાકીના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલતાં ફિલ્મને લઈને છેલ્લા દિવસે વિવાદ ઊભો થયો હતો. નોટિસમાં ફિલ્મના બૌદ્ધિક સંપદા અધિકારોની સંપૂર્ણ માલિકીનો દાવો કરવામાં આવ્યો હતો. હવે નિર્માતાઓએ રણદીપના દાવા પર પ્રતિક્રિયા આપી છે.

સ્વતંત્ર વીર સાવરકરની રિલીઝ પહેલા હોબાળો
ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'માં રણદીપ હુડ્ડા દેશના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના રોલમાં જોવા મળશે. ઉપરાંત તેમની પ્રોડક્શન કંપની રણદીપ હુડા ફિલ્મ્સ એલએલપી ફિલ્મના નિર્માતાઓમાંના એક તરીકે સક્રિયપણે સામેલ છે. રણદીપના વકીલ કરણ હાલાઈએ આગલા દિવસે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, નાણાકીય, માનસિક અને શારીરિક અવરોધો જેવા અનેક પડકારોનો સામનો કરવા છતાં રણદીપે તેના પ્રોડક્શન હાઉસ રણદીપ હુડા ફિલ્મ્સ દ્વારા વીર સાવરકર પર આધારિત ફિલ્મ સફળતાપૂર્વક લખી છે તેનું નિર્માણ કર્યું છે અને દિગ્દર્શન કર્યું છે.

રણદીપ હુડ્ડાએ નિર્માતાઓને મોકલી નોટિસ  
આ સાથે વકીલે વધુમાં જણાવ્યું હતું કે, રણદીપે વાસ્તવિક હીરો વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપવા માટે અતૂટ સમર્પણ અને દ્રઢતા દર્શાવી હતી, જ્યારે અન્ય સંસ્થાઓ દ્વારા તેમના કાનૂની અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવામાં આવતા અવરોધોને દૂર કર્યા હતા. વીર સાવરકરને અધિકૃત રીતે ચિત્રિત કરવાની કઠિન પ્રક્રિયાના પરિણામે તેમનું વજન ઘણું ઘટી ગયું અને જીવનું જોખમ પણ ઊભું થયું. રણદીપ ફિલ્મના તમામ બૌદ્ધિક સંપદા અધિકારો પર સંપૂર્ણ માલિકીનો દાવો કરે છે, અને દાવો કરે છે કે ફિલ્મની સમયસર રીલીઝ સુનિશ્ચિત કરવા માટે તેની પાસે મજબૂત કાનૂની આધાર છે, જેથી જનતા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નાયકોમાંના એકના સારને પ્રશંસા કરી શકે.  

આ તરફ હવે એડવોકેટ રવિ સૂર્યવંશી, આનંદ પંડિત મોશન પિક્ચર્સ એલએલપી સાથે મળીને ફિલ્મના સંયુક્ત નિર્માતા સંદીપ સિંઘનું પ્રતિનિધિત્વ કરતા કાયદાકીય સલાહકારે ફિલ્મની માલિકી અંગે રણદીપ હુડાના દાવાઓ પર શંકા દર્શાવતું નિવેદન બહાર પાડ્યું હતું. રવિના જણાવ્યા અનુસાર તેમની ક્લાયન્ટની કંપની અને રણદીપ હુડા ફિલ્મ્સ આ ફિલ્મની 50:50 આઈપીઆર ધરાવે છે. રવિ કહે છે કે રણદીપે હવે સમજાવવું પડશે કે, તે કઈ રીતે આ ફિલ્મના તમામ બૌદ્ધિક સંપદા અધિકારોનો એકમાત્ર માલિક છે.

ટૂંક સમયમાં યોગ્ય કાનૂની કાર્યવાહી
રણદીપ હુડ્ડા દ્વારા ઉપરોક્ત ફિલ્મના બૌદ્ધિક સંપદા અધિકારોની માલિકી અંગે કરવામાં આવેલા ખોટા અને પાયાવિહોણા દાવાઓથી અમારા ક્લાયન્ટ સંપૂર્ણપણે ગભરાઈ ગયા છે. મેસર્સ આનંદ પંડિત મોશન પિક્ચર્સ એલએલપી સાથે પ્રોડ્યુસર્સ મેસર્સ લિજેન્ડ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડે રણદીપ હુડાને આ ફિલ્મ માટે અભિનેતા તરીકે સાઈન કર્યા છે. તેથી તેમના દ્વારા કરવામાં આવેલો દાવો તેમના માટે ફટકા સમાન છે અને નિર્માતા રણદીપ હુડ્ડા સામે યોગ્ય કાનૂની પગલાં (દીવાની અને ફોજદારી બંને) લેવાની પ્રક્રિયામાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ