બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Even after the death of a girl child in a leopard attack, the system is not worried

જૂનાગઢ / VTV રિયાલિટી ચેક : દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ પણ તંત્રને કોઈ ચિંતા નથી, 6 લાખ ભક્તોની સામે માંડ 250 કર્મચારીઓ

Vishal Khamar

Last Updated: 07:52 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરનારમાં લીલી પરિક્રમામાં દીપડાનાં હુમલા બાદ પણ વન વિભાગ નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. બાળકી પર દીપડાનાં હુમલા બાદ VTV NEWSનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં પરિક્રમા વિસ્તારમાં વન વિભાગનો ફૂટ પેટ્રોલિંગનો અભાવ જોવા મળ્યો હતો.

  • ગિરનારમાં લીલી પરિક્રમામાં દીપડાના હુમલા બાદ પણ વનવિભાગ નિંદ્રામાં
  • બાળકી પર દીપડાના હુમલા બાદ VTV NEWSનું રિયાલિટી ચેક
  • પરિક્રમા વિસ્તારમાં વન વિભાગનો ફૂટ પેટ્રોલિંગનો અભાવ

 જૂનાગઢમાં ગિરનારમાં પરિક્રમા દરમ્યાન દીપડાનાં હુમલાથી બાળકીનું મૃત્યું થયા બાદ પણ વન વિભાગની વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. વન વિભાગ દ્વારા લીલી પરિક્રમા માટે સુરક્ષાને લઈ કરવામાં આવેલી કાર્યવાહીનું vtv દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા રાવટીઓ પર માત્ર સ્ટાફ ગોઠવાયો હતો. ફૂટ પેટ્રેલિંગનો અભાવ જોવા મળ્યો હતો. આટલા મોટા જંગલમાં માત્ર 250 જેટલા કર્મચારીઓ જ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. જ્યારે હજુ 5 થી 6 લાખ લોકો પરિક્રમા રૂટ પર છે. પરિક્રમા કરનારા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

તંત્રની બેદકારી કહેવાયઃ યાત્રીક
આ બાબતે એક યાત્રીએ જણાવ્યું હતું કે, તંત્રની બેદકારી કહેવાય. ત્યારે વન વિભાગ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે પહેલેથી તૈયારી રાખવી પડે. ત્યારે હવે જ્યારે આ બનાવ બન્યો. જે બાદ ફોરેસ્ટ ટીમ દોડતી થઈ છે તે વસ્તુ યોગ્ય ન કહેવાય. ફેરિયાવાળા જે બેસે છે તેઓની બાળકી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. 

પાયલ નામની યુવતીનું મૃત્યું
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન આદમખોર દીપડાનો હચમચાવી દે તેવા હુમલાની ઘટના સામે આવી છે. 11 વર્ષીય પાયલ નામની યુવતી પર દીપડાએ હુમલો કરતા તેનુ કરૂણ મોત થયું છે. પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક ઘટના બની છે.

લોકોમાં ફફડાટ
દિવસને દિવસે ક્રોનકીટના જંગલો વધી રહ્યાં છે તેમજ વૃક્ષો અને જંગલોનું નાશ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે. જો કે, આ વખતે લીલી પરિક્રમાં દીપડો માનવીય વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. યુવતીના મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ