બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Even after sleeping the whole night, if there is a desire to sleep during the day, then beware

જરુરથી જાણો / આખી રાત ઊંઘ્યા પછી પણ દિવસે સુવાની ઈચ્છા થતી હોય તો ચેતજો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Hiralal

Last Updated: 06:04 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટમાં જણાવાયું છે કે આખી રાત ઊંઘ્યા પછી પણ દિવસે સુવાની ઈચ્છા થતી હોય તો તે હાયપરસોમનીયા નામની બીમારીનું લક્ષણ છે.

  • વધુ પડતી ઊંઘ આવવી બીમારીનું લક્ષણ
  • હાયપરસોમનીયા નામની બીમારી ખતરનાક નીવડી શકે 
  • આવા લોકોએ ત્વરિત ઈલાજ કરાવી લેવો જોઈએ

વધુ પડતી ઊંઘ(Excessive sleep) આવવી એ એક બીમારી હોય શકે છે. આ બીમારીને હાયપરસોમનીયા(Hypersomnia)ના નામથી ઓળખવામાં આવે છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર(Sleeping disorder) છે. જેમાં, વ્યક્તિને આખા સમય ફક્ત ઊંઘ જ આવતી હોય છે જે તેમની રોજ દરરોજની જિંદગીને પણ નુકશાન પહોંચાડે છે. આ સમસ્યા ખાસ કરીને જે વ્યક્તિ કોઈપણ જાતનો નશો કરતી હોય, વધુ પડતી ચિંતા કરતી હોય અને હતાશ રહેતી હોય તેવી વ્યક્તિમાં જોવા મળે છે.   

8-9 કલાકની ઊંઘ પછી પણ ઊંઘ ન આવતી હોય તો મુશ્કેલી 
રિપોર્ટ અનુસાર, જો રાતના 8 થી 9 કલાકની ઊંઘ પણ તમારા માટે ઓછી પડે એટલે કે જો તમને રાતે ઊંઘ્યા પછી આખો દિવસ ઊંઘ આવે છે. તો આ વાતની અવગણના કરશો નહીં. કારણ કે આ એક મોટી સમસ્યા હોઈ શકે છે. જેમ આપણાં શરીર માટે ખોરાક અને પાણી જેટલું જરૂરી છે. તેવી જ રીતે પૂરતી ઊંઘ પણ આપણા શરીર માટે જરૂરી છે. 

સાત કલાકની ઊંઘ શરીર માટે પૂરતી 
પૂરતી ઊંઘ લેવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે અને, માણસના શરીરને સારું રાખવા માટે અને સારી રીતે કામ કરવા માટે ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. પરંતુ કેટલીક વ્યક્તિ એવી હોય છે જેને , ઊંઘ ના આવની સમસ્યા હોય છે તો કેટલીક વ્યક્તિ એવી હોય છે જેને, રાત્રે ઊંઘ્યા પછી પણ આખો દિવસ ફક્ત ઊંઘ જ આવતી હોય છે. આ બંને બાબતો આપણાં સ્વાસ્થ્ય માટે સારી નથી. 

આ બીમારી દૂર કરવાના પાંચ ઉપાય 
(1) ઊંઘવાની આદત સુધારો :  હર એક માણસને રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ . સારી ઊંઘ મેળવવા માટે પોતાની ઊંઘવાની આદતમાં સુધારો કરવો જોઈએ . ઊંઘતા પહેલા ટીવી,લેપટોપ અને સ્માર્ટ ફોનથી દૂર રહવું જોઈએ. 
(2) પોષણયુક્ત આહાર લેવો : નિયમત રીતે પોષણયુક્ત આહાર લેવાથી મનુષ્યને યોગ્ય પ્રોટીન, વિટામિન્સ અને કાર્બોહાઇડ્રેટ્સ મળતા રહે છે. પોષક તત્વથી ભરપૂર ખોરાકનું ગ્રહણ કરવાથી પાછાં ક્રિયા અને શરીરને યોગ્ય ઉર્જા મળતી રહે છે. કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાકની શરીર પર ખાંડ અને કેફીનની સમાન અસર થાય છે. તેથી ધ્યાન રાખો કે તમારે સૂતા પહેલા એવું કંઈપણ ન ખાવું જોઈએ જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે.
(3) શરીરને હાઇડ્રેડ રાખવું :  શરીરને હાઇડ્રેડ રાખવા માટે દિવસમાં યોગ્ય બને એટલું પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની કમી થવાથી તે તમારા શરીરની ઉર્જામાં ઘટાડો તથા તમારા શરીરને નબળું બનાવે છે. આથી, જેમ બને એમ વધારે પાણી પીવું જોઈએ. 
(4) નિયમિત પણે કસરત કરવી : રોજે કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે તથા તમારા શરીરને તંદુરસ્ત રાખે છે અને તણાવને દૂર કરે છે. સવારે વહેલા કસરત કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. 
(5) તણાવ અને ચિંતાને દૂર કરો : તણાવ એ તમારી ઊંઘ ના આવવાનું કારણ હોય શકે છે. તણાવને દૂર કરવા માટે તમે યોગા અને મેડિટેશનનો સહારો લઈ શકો છો. આ તણાવ અને ચિંતા દૂર થવાથી તમને સારી ઊંઘ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ