બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Entry of rain in Ahmedabad after a long break, cold wave in the city

વરસાદી ઝાપટું / લાંબા વિરામ બાદ વરસાદની અમદાવાદમાં એન્ટ્રી, શહેરમાં ઠંડકનું મોજું, આગાહીની તારીખ પણ જાણી લો

Vishal Khamar

Last Updated: 10:01 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં લાંબા સમયનાં વિરામ બાદ એકાએક વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે સાંજનાં સુમારે એકાએક વરસાદી વાતાવરણ સર્જાતા લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી.

  • અમદાવાદમાં લાંબા સમયનાં વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી
  • જજીસ બંગ્લોઝ, વસ્ત્રાપુર સહિતનાં વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું
  • વરસાદી ઝાપટું પડતાની સાથે જ માર્ગો પર ઠેર ઠેર ટ્રાફિક જામ

અમદાવાદમાં લાંબા સમયનાં વિરામ બાદ અચાનક શનિવારે સાંજે વરસાદી વાતાવરણ છવાયું હતું. અમદાવાદનાં જજીસ બંગ્લોઝ, વસ્ત્રાપુર સહિતનાં વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.  વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક થવા પામી હતી. તો બીજી તરફ રસ્તા પર શનિવારે લોકો પરિવાર સાથે બહાર નીકળ્યા હોઈ વરસાદે તેઓની પાર્ટીની મઝા બગાડી હતી. તો વરસાદી ઝાપટું પડતાની સાથે જ માર્ગો પર ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદનાં નરોડા, સેટેલાઈટ તેમજ એસ.જી. હાઈવે વિસ્તારમાં જોરદાર વરસાદી પડતા બ્રિજ પર વાહન ચાલકોની ભારે લાઈનો લાગી હતી.

વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે રાજ્યના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતો પાક સુકાઈ જવાની ભીતિ સેવી રહ્યા છે. તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ પાક ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. બીજી તરફ ગીર સોમનાથમાં પાણીની અછત સર્જાતા ખેડૂતો પાકને પિયત કરવા મજબૂર બન્યા છે.

વરસાદને અંગે અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે,  27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ